________________
અધ્યાય-૪
[ ૩૧૩
દીક્ષા લીધા સિવાય પેાતાની મેળે યતિ વસ્ત્ર ધારણ કરી બેઠો હાય તેવાની પાસે દીક્ષા ગ્રહણ ન કરવી.
૨. ગુરૂકુળમાં તે રહેલા હેાવા જોઈએ. જે ગુરૂની સાથે રહ્યો હાય, તે સાધુ પોતાના સંપ્રદાયના આચાર વિચાર ખરાબર સમજતા હાય માટે તેની પાસે દીક્ષા લેવી ોઈએ.
૩. જ્યારથી તેઓૢ દીક્ષા લીધી હોય ત્યારથી પાંચમાંથી એક વ્રતના જેણે ભંગ ન કર્યાં હોય તેવા ગુરૂ પાસે દીક્ષા લેવી કારણકે જેણે વ્રતના ભંગ કર્યો હોય, તેવા સાધુ, ચેલા ઉપર પોતાના વ - નની સારી છાપ પાડી શકે નહિ.
૪. સૂત્ર તેના અર્થી તથા ક્રિયાને જાણનાર. ગુરૂની સેવા કરીને તીર્થંકરે ખેાધ કરેલા સિદ્ધાંતા સંપૂર્ણ રીતે જે સમજ્યા છે તેવા સાધુ પાસે દીક્ષા લેવી. કારણકે જે જ્ઞાની છે, તેજ પુરૂષ પેાતાના સબંધમાં આવતા પુરૂષાને જ્ઞાની બનાવી શકે.
૫. શાસ્ત્રના સમ્યફૅ પ્રકારે અભ્યાસ કરવાથી જેને બહુ સારૂં જ્ઞાન થયેલું છે, તે તત્ત્વાને સારી રીતે સમજી શકે છે અને પ્રરૂપી પણ શકે છે, માટે તેવા જ્ઞાની ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરવી.
૬. તે ઉપશાન્ત હોવા જોઈએ; એટલે જેણે મન, વચન અને કાયાના વિકારે। શમાવ્યા છે, અને તે ત્રણેને પેાતાના નિગ્રહમાં લાવી દીધા છે, તેવા ગુરૂ દીક્ષા આપવાને યોગ્ય અધિકારી છે.
૭. સંધ ઉપર ભક્તિ રાખનાર ગુરૂ હોવા જોઈએ. સાધુ, સાધ્વી શ્રાવક અને શ્રાવિકા એ રૂપ ચતુર્વિધ સંઘ સમજવા. તેઓનું કલ્યાણુ કેમ થાય તેવા વિચાર જેના મનમાં નિર ંતર સ્ફુરતા હાય અને તેમનું કલ્યાણ જે રીતે થાય, તે રીતના સદ્બાધ આપતા હાય તે ગુરૂ દીક્ષા આપવાને અધિકારી છે.
કારણકે દીક્ષા સ્વ તેમજ પરહિતને માટે ગ્રહણ કરવામાં આવે છે; પણુ જો દીક્ષા આપનાર સંધ તરફ પ્રેમભાવ ન રાખતા હાય,