________________
૩૧૨ ]
ધમ બિન્દુ વિગતવારી, વાત , કવનનવસ, સરतरतः, आदेयः, अनुवर्तकः, गम्भीरः, अविषादी उपशमलध्यादिसंपन्नः, प्रवचनार्थव का, स्वगुर्वनुज्ञातगुरुपदश्चेति इति
|| ૪ | અર્થ–ગુરૂપદને લાયક આવા ગુણવાળ હાય
૧. વિધિ પ્રમાણે દીક્ષા અંગીકાર કરનાર. ૨. ગુરૂ કુળની સમ્ય રીતે ઉપાસના કરનાર, ૩. અખંડ શીલ પાળનાર. ૪. આગમને સમ્યફ પ્રકારે અભ્યાસ કરનાર. ૫. તેથી નિર્મળ બોધને લીધે તત્ત્વને જાણકાર. ૬. ઉપશાંત. ૭. સંઘનું હિત કરવા તત્પર. ૮. પ્રાણી માત્રનું કલ્યાણ કરવામાં મશગુલ, ૯. જેનું વચન સર્વ માન્ય રાખે તેવ. ૧૦. ગુણી પુરૂષને અનુસરી વર્તનાર, ૧૧. ગંભીર. ૧૨. વિવાદ (શાક) રહિત. ૧૩. ઉપશમ લબ્ધિવાળા ૧૪ સિદ્ધાંતના અર્થને ઉપદેશ આપનાર. ૧૫. અને ગુરૂ પાસેથી ગુરૂપદ મેળવનાર આ પંદર ગુણ દીક્ષા આપનારમાં હોવા જોઈએ.
ભાવાર્થ:-દીક્ષા આપનાર ગુરૂમાં ઉપર જણાવેલા પંદર ગુણ હેવા જોઈએ, કારણ કે જે ગુરૂમાં તથા પ્રકારના ગુણનો અભાવ હેય, તે શિષ્યમાં તે ગુણનાં બીજ ગુર રોપી શકે નહિ. બાપ તેવા બેટા, અને ગુરૂ તેવા ચેલા એ કહેવત ભૂલવી જોઈએ નહિ. જેને નાયક આંધળે તેનું લશ્કર કૂવામાં” એ ઉક્તિમાં રહેલું સત્ય પણ ગુરૂમાં ઉચ્ચ ગુણની આવશ્યકતા સિદ્ધ કરે છે.
૧. ગુરૂ વિધિસહિત દીક્ષા લેનારા હેવા જોઈએ. આગળ વિધિ કહેવામાં આવશે તે યોગ્યવિધ પ્રમાણે તેણે દીક્ષા લીધી હોય તે જ તે વિધિ સહિત અન્યને દીક્ષા આપવા યોગ્ય થઈ શકે. અર્થાત શુદ્ધ ગુરૂ પરંપરાએ દીક્ષા પામેલા પાસે દીક્ષા લેવી. પણ ગુરૂ પાસે