________________
અધ્યાય-૪
[ ૩૦૯
ઉત્પન્ન થયેલા જ્ઞાન ગભિત વૈરાગ્ય કપિ ક્ષય પામતા નથી; અને તેવા માણુસ સાધુપણાને આભૂષણરૂપ થાય છે.
૭. ક્રોધ, માન, માયા અને લાભ દોક્ષા લેનારમાં એછા પ્રમાણમાં હેાવા જોઈએ. અનંતાનુબંધી કષાયને માટે તે તેના હૃદ ચમાં સ્થાન હેવુ જોઇએ નહિ. કારણકે તે જેનામાં હોય, તે દીક્ષાની પવિત્ર પદવીને કલંકિત કરે.
૮. હાસ્યાદિ છ દુર્ગુણા પણ અલ્પ પ્રમાણમાં હોવા જોઈએ. તેમનાં નામ નીચે પ્રમાણે છે. હાસ્ય, રતિ, અરતિ, ભીતિ, જુગુપ્સા અને શેક, તે છ દુગુણા પણ ઓછાં કરવા જોઈએ.
૯. તે કૃતન હાવા જોઈએ : કેાઈએ કરેલા ઉપકાર તેણે ભૂલવે જોઇએ નહિ. બીજાના કરેલા ઉપકારને ભૂલવુ તેનું નામ કૃતઘ્નતા છે. બીજા બધાં દુગુ ણા કરતાં આ દુર્ગુણુ બહુ મેટા છે. કહ્યુંં છે કે “ ચેારી, વ્યભિચાર, ખૂન જેવા પાપા માટે ઋષિમુનિઓએ પ્રાયશ્રિત બતાવ્યાં છે, પણ કૃતઘ્નપાના દોષ માટે કોઈ પણ પ્રકારનું પ્રાયશ્ચિત્ત છે જ નહિ.
જે કરેલા ઉપકાર ભૂલી જાય છેતે મેટામાં મેટા પાપી છે.” માટે જે ગુરૂ પાસે જ્ઞાન મળ્યુ` હાય અથવા જેનાથી ગુણુની પ્રાપ્તિ થઈ થઈ હેાય તેમને કદી વિસરવા જોઈએ નહિ, આવા ગુણવાળા દીક્ષાના અધિકારી જાણવા.
૧૦. વિનયવંત તેણે થવુ... જોઈએ. જૈનધર્મ વિનયને, ગુરૂપાદ શુશ્રષાને મુખ્ય પદ આપે છે અને તે વાસ્તવિકજ છે. વિનયમૂજો ઘમ્મો ધર્મનું મૂળ વિષય છે.
જે માણુસમાં વિનય નથી. પેાતાના કરતાં અધિક જ્ઞાન તથા ગુણવાળાને જે માન આપી શકતા નથી, અને જે પેાતાના અલ્પ જ્ઞાનને સજ્ઞપણારૂપ માને છે, તે માણસ કદાપિ વિશેષ જ્ઞાન તથા ગુગુ મેળવી શકતે નથી .