________________
એજ
મારી અને ભાભલુભવથી ન
૩૦૮ ]
ધમબિન્દુ ઉપદેશથી શીખનારા તે પૂર્વભવના સંસ્કારી વિરલા હોય છે. પણ ઘણે ભાગે કડવો અનુભવ મેળવીને માણસ શીખે છે; જેણે ગૃહસ્થાશ્રમ સે હેય, અને ઈન્દ્રિયોના સુખોની અસારતા અને અનિત્યતા અનુભવી હેય તે વિશેષ વૈરાગ્યવાન થઈ શકે.
જગતના ઉદ્ધાર માટે જ્યારે મહાન પુરૂષે જન્મે છે, ત્યારે તેઓ બાળપણમાંથી સાધુપણું ગ્રહણ કરી શકે, પણ સામાન્યરીત એજ છે કે જેણે સંસારને અનુભવ લીધે હોય, અને સંસારના પદાર્થો અસાર અને ક્ષણભંગુર છે, અને શાશ્વત સુખ આપી શકે તેમ નથી, તેમ ઉપદેશથી તેમજ અનુભવથી જાણ્યું હોય તે જ માણસ વૈરાગ્ય ધારણ કરી શકે અને દીક્ષા લઈ શકે. તેટલા માટેજ લખ્યું છે કે મનુષ્યપણું દુર્લભ છે, જન્મનારને માટે મરણ નિશ્ચિત છે, સઘળા પ્રકારની સંપત્તિઓ વિજળીના ચમકારાની જેમ ક્ષણિક છે, ઈન્દ્રિયોના વિષ, સુખ રૂપ જવા છતાં અંતે દુઃખથી ભરપૂર છે, સંગમાં વિયોગને ભય છે, ક્ષણે ક્ષણે આવીચિ મરણ થાય છે, અને દુષ્ટ કર્મના ફળ ભયંકર છે. આ સર્વને દીક્ષા લેનાર પુરૂષને અનુભવ થયેલો હોવો જોઈએ. કેવળ શાસ્ત્રથી તે જાણેલું હોવું જોઈએ નહિ, પણ અનુભવની જરૂર છે. આ અનુભવ જ્ઞાનને વિવેક કહેવામાં આવે છે, નિત્ય અને અનિત્ય વસ્તુ વચ્ચેના ભેદનું જ્ઞાન, તે વિવેક છે. એક વાર ખરે વિવેક જાગ્રત થતાં સંસારનું સ્વરૂપ જ તેને બદલાયેલું ભાસે છે; ભલેને તે સંસાર વ્યવહારમાં જોડાય,. પણ સંસારના પદાર્થો પર એક પ્રકારની ઉદાસીનતા છવાયેલી તેને જણાય છે અને પદાર્થોનું મેહકપણું તેને લાગતું નથી; વસ્તુઓ ઉપરથી મૂચ્છ ઉતરી જાય છે, અને પછી.
૬. તેમના ઉપર વૈરાગ્ય આવે છે; આ વૈરાગ્ય તે ખરે વૈરાગ્ય છે; આ વૈરાગ્યવાન મનુષ્ય કદાપિ બાહ્ય પદાર્થોથી લેપાતા નથી, આત્મા સિવાયના અન્ય સર્વ પદાર્થો અનિત્ય છે એવા અનુભવ જ્ઞાનથી