________________
અધ્યાય-૪
[ ૩૦૭
વચ્ચે હદ બાંધવી અશકય લાગે છે; છતાં જે લેા માંસમિદરાનું ભક્ષણ ન કરતા હાય, વેશ્યાગમન ન કરતાં હોય, ચારી ન કરતા હાય, જુગટુ' ન રમતા હોય, પુનર્જન્મ અને કમ ના નિયમને, અને આત્માના અસ્તિત્વને માનતા હોય, તે લેાકેા જયાં જયાં વસતા હોય તે દેશને આ કહેવા, અને તેની વિરૂદ્ધ ગુણુવાળા જ્યાં વાસ કરતા હાય, તેવા દેશને અના કહેવા એમ આ લેખકને લાગે છે; તત્ત્વ તા જ્ઞાની જાણે.
૨. દીક્ષા ગ્રહણ કરનાર વિશિષ્ટ જાતિ કુળવાળા હોવા જોઈએ જેના માતાના તેમજ પિતાના પક્ષ ઉચ્ચકુળ તથા જાતિવાળા હાય તેવા માંસ વિશિષ્ટ કુળજાતિવાળા કહેવાય છે, ઉચ્ચ કુળ અને ઉચ્ચજાતિમાં પ્રાય; ઉદારતા દાક્ષિણ્યતા વગેરે ઉચ્ચ ગુણા સ્વભાવિક હોય છે તે ગુણા પણ તેનામાં હોય એમ માનીને આ વિશેષણ આપવામાં આવ્યુ` છે.
૩. જ્ઞાનાવરણીય, મેાહનીય વગેરે કર્યું જેના ઘણે ભાગે ક્ષય પામ્યા છે, અને તેથી જેણે જ્ઞાન પ્રાપ્ત કર્યુ. હાય, અને તેના રાગદ્વેષ ઘટી ગયા હોય તેવા માણસ આ કામને માટે વધારે લાયક ઠરી શકે.
૪. જેનામાં જ્ઞાન હોય, અને જેનામાંથી રાગ દ્વેષ ઓછા થયા હોય, તેની ખુદ્ધિ પણ નિમ ળ થાય છે, જ્ઞાનથી ખુદ્ધિ નિમ`ળ થાય છે, તેટલુંજ નહિ પણ મનને ઉદ્વેગ કરનાર રાગદ્વેષ નાશ પામવાથી મન શાંત થાય છે, અને આત્મ જ્યેાતિના પ્રકાશથી તે વિશુદ્ધ થાય છે. આવી રીતે જેનાં મન તથા બુદ્ધિ નિર્મળ થાય છે, તે દીક્ષાને માટે લાયક છે.
૫. તેણે સૌંસારની અસારતા અનુભવેલી હાવી જોઈએ. આ સંસારની અસારતા માણસે એ પ્રકારે શીખે છે, અનુભવથી અને ઉપદેશથી.