________________
અ યાય-૩
[ ૨૯૭ શુદ્ધમાર્ગે ચાલી શકતા નથી, માટે તેઓ દયાને પાત્ર છે, આ વિચાર કરી તેમની તરફ દયા બતાવવાની જરૂર છે.
આપણે રસ્તામાં પડેલું એક લંગડું કૂતરૂ જઈ દયા લાવીએ છીએ તો જેઓ દુરાચારી છે, વ્યસની છે, તેઓ શું નીતિની અપેક્ષાએ લંગડા નથી ! શું તેઓ કૂતરા કરતાં પણ હલકા છે? શું તેઓ કુતરા જેટલી પણ દયાને પાત્ર નથી ! કેઈમાં થોડો દોષ હેય તે કઈમાં વધારે હોય, પણ જ્યાં સુધી માણસ મુક્ત થયો નથી ત્યાં સુધી તે દેષને પાત્રતો છે જ. માટે બીજાના દેષ જઈ તેના તરફ તિરસ્કાર બતાવવાને બદલે, દયા લાવવી જોઈએ, અને બને તેટલા પ્રયાસે શુદ્ધ જ્ઞાન આપી તેને તેના દેવને ત્યાગ કરતાં શીખવવું જોઈએ, પણ તે મનુષ્યની નિંદા કરવી નહિ. કારણ કે નિંદાથી તેને તેમજ આપણને જરાપણ લાભ થતો નથી. તેથી તે આપણું ઉપર વિરૂદ્ધ દષ્ટિથી જોતા શીખે છે, અને આપણું ઉપદેશની અસર તેના પર લાગુ પડતી નથી. પણ જે ખરી દયાની લાગણીથી, તે મનુષ્યના હિતને ખાતર પ્રેમભાવથી, આપણે તેને સજ્ઞાન આપીશું તે તે પ્રમાણે તે ખુશીથી ચાલશે.
વળી કારૂણ્યભાવના જે મનુષ્યના હૃદયમાં વસે છે તે બીજાનું દુઃખ અજ્ઞાન વગેરે જુએ છે, ત્યારે તેનું હદય દયાથી પીગળે છે અને તે દુઃખ અને અજ્ઞાન દુર કરવા પિતાનાથી બનતું કરે છે, કદાચ - આપણી શક્તિ ન હોય, અને તેનું દુઃખ દૂર કરવાને કાંઈ આપી શકવાની સ્થિતિમાં ન હોઈએ, તે પણ મધુર અને શાંત વચનથી તેનું દુખ દૂર કરવાના ઉચ્ચ કર્તવ્યથી ચૂકવું નહિ. દુનિયા જેટલી ગરીબાઈથી દુઃખી છે તેના કરતાં વિશેષ દુખી પ્રેમ ભર્યા વચનોના અભાવથી છે. આ પ્રેમના શબ્દોના સંબંધમાં એક અંગ્રેજ લેખક લખે છે કે: