________________
૨૯૬ ]
- ધર્મબિન્દુ અર્થ : Aવેતાંબર હોય કે દિગંબર હેય, બૌદ્ધ હોય કે અન્ય કેઈ ધમનુયાયી હોય, પણ જેના આત્મામાં સમભાવ વસે છે, તેજ મોક્ષ મેળવે છે, તેમાં જરા માત્ર સંદેહ નથી. આ ઉત્તમ બધ હૃદયમાં રાખી સમભાવ તથા મૈત્રી ભાવના વધે તેમ વર્તવું. વંદિતા સૂત્રમાં પણ વર્ણવેલું છે કે – खामेमि सव्वजीवे सव्वे जीवा खमंतु में ॥ मित्ति मे सव्वभूएसु वेर मज्ज्ञ न केणइ ॥१॥
અર્થ–મારે સર્વ પ્રાણી સાથે મિત્રતા છે, મારે કઈ સાથે વેર નથી. હું સર્વ જીવના મારી તરફ થયેલા અપરાધની ક્ષમા આપું છું; અને સર્વે જીવો મારા અપરાધની ક્ષમા આપે.
આ વાક્યો આપણે પ્રતિદિન ઉચ્ચારીએ છીએ પણ તેને અર્થ સમજવા અથવા અર્થમાં કહેલા બેધ પ્રમાણે ચાલવા જરાપણ શ્રમ લેતા નથી. જીવન વ્યવહારમાં કોઈ મનુષ્ય આપણું ખોટું કર્યું હોય તે તે મનુષ્યના અપરાધની ક્ષમા આપતા નથી, પણ તે મનુષ્યનું વેર લેવાના વિચારે હૃદયમાં કર્યા જ કરીએ છીએ અને લાગ આવે સામા મનુષ્યને નુકશાન કરવા પણ આપણે ચૂકતા નથી માટે ઉપર જણાવેલી વંદિતા સૂત્રની ગાથા જેમને આપણે દિવસમાં બેવાર પ્રતિક્રમણકાળે ઉચ્ચાર કરીએ છીએ તેનું રહસ્ય સમજી જેમ વેર વિરોધ ટળે, અને મૈત્રીભાવ વધે તેમ વર્તન રાખવું.
ત્રીજી કારૂણ્ય ભાવના તે ભાવના આપણને આપણાથી ઉતરતા સર્વ મનુષ્ય પ્રતિ કરૂણદયા રાખવાનું શીખવે છે. જે લેકે આપણાથી બુદ્ધિમાં, જ્ઞાનમાં, સદ્ગણમાં ઉતરતા હોય તેમના તરફ તિરસ્કાર વૃત્તિથી જોવાનું નથી, પણું અજ્ઞાનને કારણે તેઓ