________________
અધ્યાય-૩
[ ૨૮૫ સુહભાવે રાખવાનું તે જણાવે છે. પણ હાલમાં ખરે સુહભાવ ભાગ્યેજ જોવામાં આવે છે. જગતમાં ચારે બાજુએ દ્રષ્ટિ ફેરવતાં આપણને જણાય છે કે કહેવાતા સુધારા વધારા છતાં દુનિયામાં દિનઉગતે એક અનર્થનું મૂળ વધતું જતું જણાય છે અને તે અહતા. અને સ્વાર્થતા છે.
પિતાના ક્ષણિક લાભને માટે બીજાને ગમે તેવું નુકશાન કરતાં મનુષ્યો આંચકે ખાતાં નથી; સ્વાર્થ આંધળો છે તે નિઃશંસય સત્ય છે; સ્વાર્થથી જેટલું નુકશાન થાય છે, તેટલું બીજા કશાથી થતું નથી. દરેક જણ બીજાને નુકશાને પિતાનું ભલું કરવા ઈચ્છે છે; અને તેમ કરતાં પિતાના સહેજ સ્વાર્થને માટે આસપાસનાઓને તે કેવું અને કેટલું નુકશાન કરે છે, તેમજ તે કાર્યથી પિતાને આગળ ઉપર કેવાં દુઃખદાયક પરિણામ ભોગવવા પડશે તેને તે રતિમાત્ર વિચાર કરતા નથી. માટે જેમ બને તેમ સ્વાર્થનો ત્યાગ કરી ખરી મૈત્રી થાય તેમ પ્રયત્ન કરવો, બીજા જ તે આપણું મિત્રો છે, અને તેમના સુખે સુખી, અને દુઃખે દુઃખી આવી ભાવના હદયમાં રાખવી જોઈએ. કારણકે સર્વ આત્માઓ સ્વરૂપે એક સરખા છે; આથી તેમના ઉપર સમાનભાવ અથવા સમભાવ ઉત્પન્ન થશે.
અને આવી રીતે આપણું સંબંધમાં આવતા મનુષ્યો સાથે સમભાવ રાખવાથી અને ક્રમે ક્રમે સમભાવની વૃદ્ધિ કરવાથી એવો. સમય આવશે કે જે સમયે સર્વ મનુષ્ય તથા પ્રાણ વર્ગ સાથે આપણે સમભાવથી વતી શકીશુ. : : : - તે સ્થિતિ વિષે સંબેધસિત્તરી નામના ગ્રન્થમાં એક ઉત્તમ
ક લખેલે છેसेयंबरों वा आसंबरों वा, बुद्धो अहवा अन्नो कोवा । समभावभाविअ अप्पा लहई मुकख न संदेहो ॥१॥...