________________
૨૯૮ ]
ધર્મબિંદુ જે તમારે આનંદદાયક સંદેશ પહોંચાડવાને હેય, અથવા પ્રીતિ ભર્યા શબ્દો કહેવાને હેય તે તમે ભૂલી જાઓ ત્યાં સુધી. બેસી રહેતા નહિ. આજને આજ, આની આ ક્ષણે તે સંદેશો પહોંચાડે, અને તે શબ્દો ઉચ્ચાર કરે.
આપણે વર્તમાન કાળના મુસાફર છીએ, ભવિષ્ય અગમ્ય છે. આવતી કાલ શું બનશે તે રહસ્ય આપણાથી અજાણ્યું છે, આપણે આ ક્ષણના સ્વામી છીએ. નહિ બેલેલા આનંદકારક શબ્દો માટે નહિ મોકલેલા સ્વજનના પત્ર માટે નહિ ખરચેલા પ્રેમધન માટે કેટલાક હદ તપે છે, અને પૂરી પૂરી કરે છે. સ્થૂલ ધનના અભાવથી નહિ પણ હૃદયના પ્રેમના અભાવથીજ જગત ગરીબ તેમજ દુ:ખી છે માટે તમારા હૃદયના ઉંડામાં ઉંડા કતરમાંથી પ્રેમને પ્રવાહ વહેતો કરો.
આ રીતે મનુષ્ય પ્રાણી તરફ દયા બતાવવી એટલુજ નહિ, પણ અનાથ, નિરપરાધી ગરીબ પ્રાણું વર્ગ તરફ પણ દયાની લાગણી રાખવી.
ઉત્તરાધ્યયન સૂત્રમાં લખ્યું છે કે–ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળના અહંત અને ભગવંતે ઉપદેશ કરે છે કે સઘળા પ્રકારના જીવતાં પ્રાણીને, વધ કરવો નહિ, તેમની તરફ કુરતા વાપરવી નહિ તેમને દુરૂપયોગ કરવો નહિ અને તેમને હાંકી મૂકવાં નહિ.
સઘળી વસ્તુઓના રહસ્યને જાણનાર સુજ્ઞ પુરૂષોએ આ નિત્ય શાશ્વત, સનાતન, સત્ય નિયમ શીખવ્યું છે. જોકે પ્રાણવ ર્ગમાં મનુષ્યના જેટલી બુદ્ધિ ખીલેલી નથી, પણ સુખ દુઃખ અનુભવવાની લાગણી. મનુષ્યની સરખીજ છે. માટે કારૂણ્યભાવ રાખી સર્વ પ્રાણ તરફ દયાની લાગણીથી વર્તવું..
ચેથી ઉપેક્ષા અથવા મધ્યસ્થ ભાવના:-આ ભાવનાનું સ્વરૂપ બહુજ ચેડા મનુષ્યના સમજવામાં આવેલું છે, અને જેઓ