________________
૨૯૨ ]
ધ મંબિન્દુ રાત્રિએ વિચાર કરો કે કેટલે અંશે તે ગુણ મારાથી આજના દિવસમાં અમલમાં મૂકાયા છે, અને કેટલે અંશે તે ગુણ પ્રમાણે વર્તવામાં ખામી આવી છે. ફરીથી ખામી ન આવે તે માટે દઢ. નિશ્ચય કરે. વળી બીજે દિવસે પ્રાતઃકાળે તેજ ગુણ ઉપર મનની કરો, અને રાત્રિના સમયમાં આખા દિવસને કાર્યક્રમ તપાસી જાઓ, આવી રીતે એક બે માસમાં તે ગુણ ખીલશે, પછી બીજે ગુણ ખીલવવા પ્રયત્ન કરે. વળી ગુણે એક બીજા સાથે સંબંધ ધરાવતા હોવાથી એક ગુણ બરાબર ખીલવાથી બીજા અનેક ગુણના કેટલાક અંશે ખીલશે, અને તેથી માર્ગ ધીમે ધીમે સરળ થતા જશે, આ રીતે પ્રયત્ન કરતાં કરતાં તમારું જીવન ઉચ્ચ બનતું જશે અને આત્મિક આનંદ અને શાંતિ તમે અનુભવશો.
तथा सत्त्वादिषु मैत्र्यादियोग इतीति ।।९३॥ અર્થ–સર્વ જીવ પ્રત્યે મૈત્રી આદિ ભાવનાઓ રાખવી.
ભાવાર્થજૈનધર્મમાં આ ચાર ભાવનાઓ કહેલી છે, તે ચાર ભાવના જેનામાં નથી તે ધર્મ પાળવાને લાયક જ નથી. એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી..
તે ચાર ભાવનાઓ નીચે પ્રમાણે છે-મૈત્રી, કરૂણા, પ્રમાદ અને માધ્યસ્થ, અથવા ઉપેક્ષા. તે ચારનું ટુંક સ્વરૂ૫ એક શ્લોકથી જણાવવામાં આવે છે. परहितचिन्ता मैत्री परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टिर्मुदिता परदोषोंपेक्षणमुपेक्षा ॥१॥
પરનાહિતને વિચાર કરે તે મૈત્રી, પરના દુઃખને વિનાશ કરનારી તે કરૂણા, પરના સુખથી સંતેષ પામે તે મુદિતા, અને પારકા દોષ તરફ લક્ષ ન આપવું તે ઉપેક્ષા.