________________
અધ્યાય-૩
[ ૨૯૧ સઘળાં સુખ સમાઈ જાય છે, માટે તે જ પ્રાપ્ત કરવા યોગ્ય સાધનાને આશ્રય કરો.
तथा श्रामण्यानुराग इति. ॥९॥
અર્થ–સાધુપણું ઉપર પ્રીતિ રાખવી. - ભાવાર્થ –ગૃહસ્થ ધર્મ પાળવા છતાં, એવો સમય ક્યારે આવે કે જ્યારે જગતના કલ્યાણ અર્થે હું સાધુ પણ અંગીકાર કરૂં એ વિચાર કરવો. ઉચ્ચ ભાવનાઓ ઉચ્ચ કાર્ય કરવા પ્રેરે છે, અને કદાચ તે પ્રમાણે વર્તન ન થાય તો પણ તેનો લાભ અકથ્ય છે હવે કેવા પ્રકારની ભાવના ભાવવી તે સંબંધમાં ટીકાકાર લખે છે કે –
जैन मुनिव्रतमशेषभवात्तकर्मसंतानतानवकरं स्वयमभ्युपेतः। कुर्या तदुत्तमतरं च तपः कदाऽहं भोगेषु निस्पृहतया परिमुक्तसंग ॥१॥
પૂર્વભવમાં ગ્રહણ કરેલાં સમસ્ત કર્મ સમૂહને પાતળાં કરનાર એવા જૈનમુનિવૃત પિતે પામીને, ભેગ માત્રમાં સ્પૃહા રહિત થઈને, સર્વ સંગને ત્યાગ કરીને, કયારે હું ઉત્તમ પ્રકારને તપ આદરીશ. એવા સાધુપણની પ્રાપ્તિ માટે આવી શુદ્ધ ભાવના કરવી.
तना यथोचितं गुणवृद्धिरिति ॥९२॥ અર્થ–જેમ ઘટે તેમ ગુણની વૃદ્ધિ કરવી.
ભાવાર્થ: દયા, જીતેંદ્રિય, ક્ષમા, પરોપકાર, નમ્રતા, સત્યવાહીપણું, આત્મસંયમ વગેરે અનેક સદ્ગુણો છે, તેમાંથી જે પિતાનામાં હેય, તેમાં વૃદ્ધિ કરવી, અને જે ગુણ ન હોય, તે ખીલવવા પ્રયત્ન કરે. તે ગુણમાંથી એકાદ ગુણ ઉપર પ્રાત:કાળમાં મનન કરવું, અને પછી આખા દિવસના જીવનવ્યવહારમાં જુદે જુદે પ્રસંગે તે મુણ આચારમાં મૂકવા પ્રયત્ન કરવો..