________________
૨૯૦ ]
ધમબિ ત્યાગ થઈ શકે નહિ, માટે મોક્ષરૂપ ઉપદને વિચાર કરો કે જેથી સંસાર તરફ ખરે વૈરાગ્યભાવ ઉત્પન્ન થાય. મેક્ષમાં સર્વ ગણે છે, અને તે સુખ છે, અને અનંત આનંદ છે, અનંત જ્ઞાન છે, માટે તે મેક્ષ મેળવવા યોગ્ય છે, તેવી ભાવના કરવી. કહ્યું છે
प्राप्ताः श्रियः सकलकामदुधास्ततः किम् । दत्तं पदं शिरसि विद्विषतां ततः किम् ॥ संपूरिता प्रणयिनो विभवैस्ततः किम् । कल्प भृतं तनुभृतां तनुभिस्ततः किम् ॥१॥ तस्मादनन्तमजरं परम प्रकाशम् । तच्चित्त चिन्तय किमेभिरसद्विकल्पैः ॥ यस्यानुषङ्गिण इमे भुवनाधिपत्य ।
योगादयः कृपण जन्तुमतो भवन्ति ॥२॥ આ સકળ ઈચ્છિત પદાર્થને આપનાર લમી મળી તે પણ શું થયું? - શત્રુઓના માથા પર પગ મૂક્યો તે પણ શું થયું ? વૈભવ વડે સ્નેહી પુરૂષોને સંતોષ આપ્યો તે પણ શું થયું ? વળી કપાન્તકાળ સુધી માણસનું શરીર ટકી રહ્યું તો પણ શું થયું ? આ સર્વ મળ્યું હોય પણ જે શાશ્વત સુખને આપનારી મુક્તદશા પ્રાપ્ત ન થઈ તો આ સર્વ મળ્યું તે ન મળ્યા બરાબર સમજવું. કારણ કે આ વસ્તુથી ઉત્પન્ન થતું સુખ નાશવંત અને દુઃખમિશ્રિત છે. જેને પામરજને બહુજ મહત્વની માને છે, એવી ચક્રવતિપણાની, અથવા દેવેન્દ્રપણાની પ્રાપ્તિ જેના પછવાડે ચાલી આવે છે તે અંતરહિત, જારહિત પરમ પ્રકાશરૂપ મેક્ષ સુખને હે ચિત્ત ! વિચાર કર. કારણ કે ઉપર જણાવેલા અસદ વિકલ્પ કરવાથી શું લાભ? જેમ હાથીના પગલામાં સઘળાં પગલા સમાઈ જાય છે, તેમ મોક્ષના સુખમાં