________________
અધ્યાય-૩
[ ૨૯૩
ચાર ભાવનાનું સ્વરૂપ જૈનધર્મના સંબંધમાં વ્યાખ્યાન આપતાં વિદુષી એનીબીસેન્ટ લખે છે કે “કેઈ મનુષ્ય ધારે તે જૈનધર્મને સાર સૂત્રકૃતાંગ શાસ્ત્રમાં કહ્યું છે તેમ એક વાક્યમાં સમાવી શકે, અને તે વાક્ય એ છે કે મનુષ્ય કોઈ પણ જીવતાં પ્રાણીને હેરાન નહિ કરવાથી અત્યંત શાંતિરૂપ નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે; શાંતિ–પ્રેમ; મનુષ્ય અને મનુષ્ય વચ્ચે પ્રેમ, મનુષ્ય અને પ્રાણુ વચ્ચે પ્રેમ, સઘળે ઠેકાણે અને સર્વ વસ્તુઓમાં પ્રેમ, જેમાં પ્રાણ છે તે સર્વની ભ્રાતૃતા-આવી જેની (ઉચ્ચ ભાવના (Ideal) છે; અને તે અનુભવવાને પ્રયત્ન કરે છે.”
હાલના પાશ્ચાત્ય માનસિકશાસ્ત્ર જ્ઞાનીઓ જેવી રીતે દરેક મનની વૃત્તિના વિભાગ પાડે છે; તેજ પ્રમાણે આપણું પ્રાચીન આચાર્યો પ્રેમની વૃત્તિના યથાર્થ વિભાગ પાડે છે. પ્રેમ એજ મોક્ષ મેળવવાનો ઉત્તમમાં ઉત્તમ માર્ગ છે, આ પ્રેમના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. ઉચ્ચ પુરૂષ પ્રતિ પ્રેમ, સમાન પુરૂષ પ્રતિ પ્રેમ, અને આપણુથી ઉતરતા પુરૂષો પ્રતિ પ્રેમ.
આપણાથી ઉચ્ચ પુરૂષો પ્રતિના પ્રેમને પ્રમાદ ભાવના કહે છે. આપણા સમાન પુરૂષો તરફના પ્રેમને મૈત્રી ભાવના કહે છે.
આપણુથી હલકા દરજજાના પુરૂષો તરફના પ્રેમને કાર્ય ભાવના કહે છે.
ચથી ભાવના માધ્યસ્થ અથવા ઉપેક્ષા છે.
જેવી ભાવના તેવા વિચારે, અને જેવા વિચારે તેવાં કાર્યો; માટે ભાવનાએ ઉત્તમ રાખવી. આ ઉપર જણાવેલી ચારે ભાવનાનું સંથાર્થ સ્વરૂપ સમજી તેમને હૃદયની સાથે તન્મય બનાવવી જોઈએ. અને આપણું સંબંધમાં આવતા મનુષ્યો તથા પ્રાણુ વર્ગ સાથેના આપણું વર્તનમાં તે ચાર ભાવમાંથી એક ભાવમાં આપણે વર્તવું જોઈએ. આ ભાવનાઓ જેના હૃદયમાં નિરંતર વાસ કરી રહેલી છે,