________________
અયાય-૩
[ ૨૮૭ चित्तरत्नमसंक्लिष्टमान्तरं धनमुच्यते । यस्य तन्मुषितं दोस्तस्य शिष्टा विपत्तयः ॥१॥
કલેશ રહિત ચિત્તરત્ન તે માણસનું અંતર્ધન છે. જેનું આ “ધન ક્રોધાદિ દેવોથી ચેરાઈ ગયેલું છે તેને સમગ્ર વિપત્તિઓ આવી મળે છે. માટે અંતઃકરણ જેમ શુદ્ધ રહે, તેમ પ્રયત્ન કરે; જે આરીસો મેલ રહિત હોય છે તે ઉપર સૂર્યનું પ્રતિબિંબ યથાર્થ રીતે પડે છે, તેમ જેનું અંતઃકરણ શુદ્ધ હોય છે, તેના ઉપર આત્મસૂર્યના કિરણે બરાબર રીતે પડે છે, અને તેથી તે માણસ જ્ઞાની થાય છે. ____ तथा भवस्थितिप्रेक्षणमिति ॥८८॥
અર્થ–સંસારની સ્થિતિને વિચાર કરે.
ભાવાથ:-સંસારનું સુખ કેવું દુઃખગર્ભિત અને ક્ષણિક છે તે ઉપર વિચાર કરવો જોઈએ જેમકે
यौवनं नगनदास्पदोपम शारदाम्बुदविलासि जीवितम् । स्वप्नलब्धधनविभ्रमं धनं स्थावर किमपि नास्ति तत्त्वतः॥१॥ विग्रहा गदभुलगमालयाः संगमा विगमदोषदूषिताः। संपदोऽपि विपदा कटाक्षिता नास्ति किंचिदनुपद्रवं स्फुटम् ॥२॥
યૌવન પર્વત ઉપરથી વહેતી મોટી નદીઓના પ્રવાહ જેવું અતિ ચંચળ છે; એટલે પ્રવાહમાં પાણી એક જગ્યાએ સ્થિર રહેતું નથી, પણ એક ક્ષણમાં ઘણું જ દૂર અને નીચે જાય છે તેમ યૌવન પણ અસ્થિર અને ચંચળ છે.
શરદ ઋતુમાં દેખાતા વાદળાંના વિલાસ જેવું જીવતર છે. વાદળાં ક્ષણમાં દેખાય છે, અને બીજી ક્ષણે અદશ્ય થઈ જાય છે, તેમ મનુષ્યનું જીવતર એક ક્ષણમાં હતું ન હતું થઈ જાય છે એટલે ચંચળ છે.