________________
૨૮૬ ]
ધર્મબિંદુ तथा नमस्कारादिचिन्तनमिति ॥८६॥ અર્થ –નમસ્કાર વગેરેનું ચિન્તવન કરવું.
ભાવાર્થ –નમસ્કાર એટલે નવકારમાં કહેલા પંચ પરમેષ્ઠિનું ચિંતન કરવું તેમજ આદિ શબ્દથી સ્વાધ્યાય એટલે પિતાને અભ્યાસ કરવાના જ્ઞાનના ગ્રન્થનું ચિંતન કરવું.
तथा प्रशस्तभाबक्रियेति ॥८७॥ અર્થ–વખાણવા લાયક અંતઃકરણ કરવું.
ભાવાર્થ –જે ક્રિયા કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય તેવી ક્રિયા કરવી, અને જેથી મન મલીન થાય તેવી ક્રિયાને ત્યાગ કર. મનને શુદ્ધ કરવું એ કામ અતિ કઠિન છે. The evil passions, rising within the mind. Hard to be overcome, should manfully be foght, He who conquers these, Is the conqueror of the world.
મનની અંદર ઉત્પન્ન થતા દુધ દુષ્ટ મને વિકારની સામે - બહાદુરતાથી લડવું જોઈએ. જે તેમના ઉપર જષ મેળવે છે, તે ત્રણ ભુવનને જીતનાર છે. - મનને મલિન કરનાર ચાર કષાય છે. ક્રોધ, માન, માયા અને
લેભ.
ક્રોધ પ્રીતિને નાશ કરે છે, માન વિનયને નાશ કરે છે, માયા તે મિત્રતા અને સરળતાનો નાશ કરે છે, અને લોભ સર્વને વિનાશ
કરે છે, એ પ્રમાણે તે ચારને અનર્થ રૂપ વિચારી તેને ત્યાગ કરી - અંતઃકરણને શુદ્ધ બનાવવા મથવું. કહ્યું છે કે –