________________
૨૮૮ ]
ધ બિન્દ
સ્વપ્નમાં મળેલાં ધન બરાબર આ ધન છે. સ્વપ્નમાં જોયેલુ ધન જાગ્યા પછી દેખાતું નથી, તેમ ધન પણ અચાનક ચાલ્યા જવામાં વિલંબ કરતું નથી. માટે તત્ત્વથી એટલે પરમાથ દષ્ટિથી વિચારીએ તા આ સંસારમાં કાઈ વસ્તુ સ્થાયી નથી, કિ ંતુ સવ પદાર્થા અસ્થિર, ચ'ચળ અને ક્ષણભ་ગુર છે.
શરીરા, રાગ રૂપ સૌને રહેવાના સ્થાન છે, સંયેગા, વિયેાગરૂપ દોષથી દૂષિત છે, સ`પત્તિ તરફ વિપત્તિ કટાક્ષ દૃષ્ટિથી જુએ છે,. તેથી આ સ ંસારમાં ઉપવ રહિત કાંઈ પણ નથી.
ભતૃ હિર લખે છે કેઃ—
ભાગમાં રાગના ભય છે, કુલમાં તે નાશ પામવાના ભય છે, ધનમાં રાજ્યના ભય છે, મૌન રહેવામાં દીનતાના ભય છે, બળમાં શત્રુના ભય છે, રૂપમાં વૃદ્ધાવસ્થાના ભય છે, શાસ્ત્રમાં વાદના ભય છે, ગુણમાં દુષ્ટ પુરૂષના ભય છે, શરીરમાં યમદેવના ભય છે. સ વસ્તુઓમાં ભય રહેલેા છે; આ જગતમાં વૈરાગ્ય એજ અભયનુ કારણ છે, આ રીતે સ`સાર સ્વરૂપના વિચાર કરવે.
तदनु तन्नैर्गुण्यभावनेति ॥८९॥
ભાવાર્થ :-સંસાર સાર રહિત છે; એટલે સવ પદાર્થા આખરે અસાર છે. કારણ કે તે મરણ સમયે સાથે આવતા નથી, એવી. રીતે સસારની નિ:સારતા ચિ ́તવવી. જેમકે:—
इतः क्रोधों गृध्रः प्रकटयति पक्ष निमितः । शृगाली तृष्णेयं विवृतवदना धावति पुरः ॥
इतः क्रूरः कामों विचरति पिशाचश्चिरमहों । । श्मशान' संसारः क इह पतितः स्थास्यति सुखम् ॥ १॥