________________
અધ્યાય-૩
[ ૨૭૫
હે અત્યંત દયાળુ હૃદયના માનવી! આ આંસુના ઝરાથી શાશ્વત દયાનું ખેતર પોષાય છે, અને આવી જગ્યા ઉપર જ બુદ્ધ અહેતુ અને બીજ મહાત્માઓ પુષ્પની માફક ખીલી નીકળે છે. તે અહંતને પુનર્જન્મના ચક્રમાંથી મુક્ત કરનાર બીજ છે. તેથી અહંત ભગવાન કલહ અને કામથી છુટા થાય છે. અને તેજ બીજ તેમને કેવળ આત્માથી જ અનુભવી શકાય તેવી શાંતિ અને આનંદના ધામ તરફ લઈ જાય છે”
દયાને પરોપકારની આ ઉચ્ચ ભાવના એકદમ આપણાથી પ્રાપ્ત ન કરી શકાય એ સ્વાભાવિક છે, પણ તે માટે હાલ જે સ્થિતિમાં આપણે હેઈએ તે સ્થિતિમાંથી પ્રારંભ કરવો જોઈએ.
तथा लोकापवादभीरुतेति ॥७२॥ અથ –લોકના અપવાદથી ડરતા રહેવું.
ભાવાર્થ-સર્વ જનને આપણુ ઉપર દ્વેષ થાય તેવું વર્તન ન કરવું. નિપુણ બુદ્ધિથી વિચાર કરી નિરંતર વર્તવું. લેકમાં અપયશ મળે તેવું અધમ કાર્ય ન કરવું, કારણકે તેથી પ્રતિષ્ઠા ઘટે છે, તેટલું જ નહિ પણ તે માણસમાં કાંઈ સારું હોય તેને લાભ તે બીજાને આપી શકતા નથી.
જેમ સર્ષ મણિવાળે હેય પણ તે કરશે તેવા ભયથી કોઈ તેનું મણિ લેવા લલચાતું નથી, તેમ જેને વિષે લેકમાં ખોટું બોલાતું હૈય, જેને વિષે લેકેનો હલકે અભિપ્રાય હેય, તેવા માણસમાં બીજા ગુણ હેય તો પણ તે ગુણને લાભ બીજા લઈ શકતા નથી, અને તે આપી શકતા પણ નથી. માટે કાર્યાકાર્યને વિચાર કરી યોગ્ય માર્ગે પ્રવર્તવું. લોકાપવાદ-અપયશ મરણ કરતાં પણ અધિક છે. કહ્યું છે