________________
ર૭૬ ]
ઘમ બિન્દુ वचनीयमेव मरण भवति कुलीनस्य लोकमध्येऽस्मिन् । मरणं तु कालपरिणतिरियं जगतोऽपि सामान्या ॥ १ ॥
અર્થ—આ લેકમાં કુળવાન પુરૂષને કલંક અપયશ. તેજ મરણ છે. અને કાળ આવે મરણ થાય તે તે સર્વ. જનને સામાન્ય છે. માટે હલકા કામમાં પ્રવૃત્તિ ન કરવી.
तथा गुरुलाघवापेक्षणमिति ॥७३॥ અર્થા–ગુરૂ લાઘવનો વિચાર કરવો.
ભાવાર્થ:–ડા લાભને આપનાર પક્ષ લાઘવપક્ષ કહેવાય.. અને વધારે લાભ આપનાર પક્ષ ગુરૂપક્ષ કહેવાય. ધર્મ, અર્થ અને કામ એ ત્રણે પુરૂષાર્થમાં ગુણ શેમાં વધારે રહે છે, અને અવગુણ, શેમાં વધારે રહે છે તેને બરાબર વિચાર કરવો. દ્રવ્ય ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષા ધ્યાનમાં રાખી આ વિચારવું જોઈએ, એ બુદ્ધિમાનોનું આવશ્યક કર્તવ્ય છે. એ પ્રમાણે થોડા લાવાળા અને વધારે લાભવાળા પક્ષને વિચાર કરી, શું કરવું તે શાસ્ત્રકાર, પિતે જણાવે છે.
बहुगुणे प्रवृत्तिरिति ॥७४॥ - અર્થ–બહુ ગુણવાળામાં પ્રવૃિત્તિ કરવી.
ભાવાર્થ :-- ઉત્સર્ગ માર્ગમાં તે આ પ્રશ્નને માટે અવકાશ જ નથી; કારણ કે ઉત્સર્ગ માર્ગ તે સર્વદા લાભકારી છે, પણ જ્યાં અપવાદ માર્ગ હોય ત્યાં ગુણ અને દેશનું વિવેચન મનથી કરવું, અને જે કાર્યમાં લાભ બહુ હેય, અને દેશ છેડે હેય, તે કાર્ય કરવું. વણિકની માફક આયવ્યય (આવક અને ખર્ચ અથવા લાભ અને ગેરલાભ)ને વિચાર કરી વધારે ગુણ પ્રાપ્ત થતા હોય, અને જેમાં બને તેમ ઓછો ગેરલાભ થતો હોય, તેવા કાર્યમાં પ્રવર્તન કરવું.
મહામુનિઓ નીચે પ્રમાણે આ સંબંધમાં કહે છે.