________________
૨૭૨ ]
બિન્દુ ભાવાર્થ –વીતરાગ જિનેશ્વરભગવંતે ઉપદેશ કરેલો ધર્મ છે પ્રધાન ગણે છે તે સાધુઓ ક્ષેત્ર સમજવા અને તેઓ દાનને પાત્ર છે. મહાપુણ્યોદય વિના નીચે જણાવેલા ગુણવાળા પાત્ર મળી શકે નહિ.
क्षान्तो दान्तो मुक्तो जितेन्द्रियः सत्यवागभयदाता । प्रोक्तस्त्रिदण्डविरततो विधिग्रहीता भवति पात्रम् ।।१।।
ભાવાર્થ-ક્ષમાવાળ, ઇન્દ્રિયને કાબુમાં રાખનાર સર્વ સંગરહિત, તે દ્રિય ઈન્દ્રિય જીતી છે જેણે તે); સત્ય બોલનાર. અભયદાન આપનાર, મનદંડ વચનદંડ અને કાયદંડ એ ત્રણ દંડરહિત અને વિધિનું ગ્રહણ કરનાર એટલા ગુણવાળે યોગ્ય પાત્ર સમજવો.
આવા આવા ગુણવાળા સાધુ પુરૂષે દાન આપવાના યોગ્ય પાત્ર છે; માટે તેમને દાન આપવું. અહીંયા કોઈને શંકા થાય કે શું સાધુ પુરૂષને જ દાન આપવું અને બીજાને દાન ન આપવું તો તેને જવાબ શાસ્ત્રકારજ આપે છે. तथा दुःखितेष्वनुकम्पा यथाशक्ति द्रव्यतो भाक्तश्चेति ॥७१॥
અર્થ –દુઃખી પુરુષને વિષે દ્રવ્યથી તથા ભાવથી યથાશક્તિ દયા કરવી.
ભાવાથ:–પૂર્વ ભવમાં તથા આ ભવમાં કરેલા અશુભ. કર્મના ઉદયથી જેની શારીરિક સ્થિતિ રોગગ્રસ્ત થઈ હોય અથવા . જે નિધન હેય, અથવા જેની:ધર્મ માર્ગમાં રૂચિ ન હોય તે સઘળા. દુઃખી સમજવા, તેમના પર અનુકંપા કરવી.
જેટલા જગતમાં દુઃખના પ્રકાર છે તેટલા દયા કરવાના પ્રકાર છે, તે પણ તેના બે મુખ્ય ભાગ પાડી શકાય. એક દ્રવ્યદયા અને બીજી ભાવદયા. શરીર સંબંધી. અથવા આજીવિકા સંબંધી જે દુઃખ