________________
અધ્યાય-૩
[ ૨૭૧ सत्कारादिविधिनिसङ्गता चेति ॥६९॥
અર્થ --સત્કાર પૂર્વક તથા નિષ્કામ ભાવે દાન આપવું તે વિધિ કહેવાય.
ભાવાથ–ઉભા થવું, બેસવા માટે આસન આપવું, વંદન કરવું વગેરે વિય કરે તે સત્કાર કહેવાય. સત્કાર સહિત દેશકાળને અનુસરીને, શ્રદ્ધા પ્રગટ થાય તેવી રીતે દાન આપવું તે વિધિપૂર્વક દાન કહેવાય.
તે દાન નિષ્કામવૃત્તિથી આપવું એટલે દાન આપવામાં આલોક તથા પરલોક સંબંધી સુખની ઈચ્છા ન રાખવી. તેથી આત્માને આનંદ સ્વભાવ ખીલશે. કારણ કે ખરો આનંદ આપણી પાસે જે વતું હોય તેને બીજા સાથે ભાગ કરી વાપરવામાં જ સમાયેલ છે માટે દાન આપતી વેળા પારકે આપણે ઉપકાર માને અથવા જગતમાં કીર્તિ મળે, અથવા પરભવમાં સુખ મળે તેવી લાલસા રાખવી નહિ. કારણ કે જ્યાં સુધી માણસમાં અમુક તૃણ છે, અને તે તૃષ્ણ નાશ ન પામે ત્યાં સુધી તેને બીજે જન્મ લેવો પડે. આ રીતે તૃષ્ણ માણસને બાંધે છે, અને જે લેકે તૃષ્ણારહિતપણે કામ કરે છે તેમને સદ્દાનથી ઉત્પન્ન થયેલું કર્મ બંધાતું નથી, પણ જો બીજા કોઈ કર્મના વશથી બીજા જન્મ લેવા પડે તો તે સદ્દાનના પુણ્યનું ફળ તો મળ્યા વિના રહેતું નથી. જેમ ધાન્યની જોડે સાંઠા ઘાસ વગેરે ઉગે તેમ પુણ્યનું ફળ તો મળે, પણ આપણી વૃતિ ઉચ્ચ પ્રકારની રાખવી કે જેથી અંતે આત્મજ્ઞાન થાય અને તેથી સર્વ કર્મ ક્ષય થાય.
હવે ક્ષેત્રને વિચાર કરીએ. वीतरागधर्मसाधवः क्षेत्रमिति ॥७०॥
અથ –વીતરાગ ધર્મને પાળનાર સાધુ એ ક્ષેત્ર ગણવું.