________________
અધ્યાય-૩
[ ૨૫%
तत्र च उचितोपचारकरणमिति ॥४८॥ અર્થ–ત્યાં ઉચિત ઉપચાર (સેવા ભક્તિ) કરવી. ભાવાર્થ:–ત્યાં ધૂપ પુષ્પ, વગેરેથી ભગવાનની ભક્તિ કરવી.
ततो भावतः स्तवपाठ इति ॥४९॥ અર્થ–પછી ભાવથી સ્તોત્રનું પઠન કરવું.
ભાવાથ–ભક્તિ કર્યા પછી, દરિદ્રી પુરૂષ, દ્રવ્યનો ભંડાર મળતાં એટલે સંતેષ ધરે તેમ, પ્રભુ પૂજનથી સંતોષ પામી, ભાવથી ગંભીર અર્થવાળા, પ્રભુના હયાત ગુણોના વર્ણનવાળા ભક્તિભાવ તથા પૂજ્યભાવ દર્શાવનારા સ્તવને સુસ્વર કંઠથી ગાવાં.
સંગીત એ તેની ઉશ્ય ભવ્યતામાં એક દૈવી શાસ્ત્ર છે. જ્યારે રાવણ ભક્તિમાં લીન થયો હતો, અને સિતાર સાથે પ્રભુ ગુણ કીર્તન કરતો હતો તેવામાં એકાએક સિતારને તાર તુટયો, તે સમયે તેણે ભક્તિના આવેશમાં સાથળમાંથી નસ કાઢી તે નસ તે તારની જગ્યાએ સ્થાપી, આથી તેણે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું, તેથી ભક્તિને માટે સંગીત એ ઉત્તમ સાધન છે.
ततः चैत्यसाधुवन्दनमिति ॥५०॥
અર્થ–પછી અરિહંતના બિંબનું તથા સાધુનું વંદન કરવું.
ભાવાદ–તે અરિહંતના બિંબ, તેમજ ભાવ અરિહંત, દવ્ય અરિહંત, અને નામ અરિહંત તથા વ્યાખ્યાન વગેરે કારણોથી આવેલા, વંદનીય સાધુ પુરૂષને વંદન કરવું. પ્રથમ પ્રભુ વંદન કરવું. પછી ગુરુ વંદન કર્યું. ગુરૂ વંદન કર્યા પછી શું કરવું ?