________________
ધબિન્દુ
૨૫૯ ]
પ્રત્યાખ્યાન કર્યાં પછી શું કરવું તે કહે છે. तथा यथोचितंचैत्यगृहगमन मिति ॥ ४६ ॥ અથ—જેમ ચાગ્ય હાય, તેમ ચૈત્યગૃહ–મદિરમાં જવુ'.
ભાવાથ—યાગ્યતાના વિચાર શ્રાવકના ભેથી કરવામાં આવેલા છે, અહીંયા શ્રાવકના બે પ્રકાર સમજવા. એક ઋદ્ધિવાળા અને ખીજો ઋદ્ધિ વગરનેા. ઋદ્ધિવાળા રાજા વગેરે પેાતાના પરિવારના સમુદાયસહિત ચૈત્યમાં જાય; કારણ કે તેથી પ્રવચનની પ્રભાવના થાય છે. અને સમૃદ્ધિ વિનાઞા માણસ તે પાતાના કુટુંબના માણુસા સાથે મળીને ચૈત્યમાં જાય. કારણ કે સમુદાયે ભેગાં મળીને કરેલાં કર્મી ખીજા ભવમાં સમુદાયથી જ ભોગવાય છે.
तथा विधिनानुप्रवेश इति ॥ ४७ ॥ અ:—વિધિસહિત ચૈત્યમાં પ્રવેશ કરે.
ભાવાઃ—જ્યારે ચૈત્યમાં પ્રવેશ કરવા હાય, ત્યારે પુષ્પ વગેરે સચિત દ્રવ્યના શરીર ઉપરથી ત્યાગ કરવે। પણ આભૂષણ વગેરે અચિત્ત દ્રવ્યના ત્યાગ કરવા નહિ.
પ્રેસ આદિ એઢવાના વસ્ત્રનુ" ઉત્તરાસંગ કરવું, જિનબિંબ દૃષ્ટિએ પડે કે તરત અંજિલ કરવી એટલે હાથ જોડવા; અને મનને પ્રભુ ભક્તિમાં એકામ-તલ્લીન કરવુ".
પાંચ પ્રકારના રાજ્ય ચિન્હાને રાજાએ ચૈત્યગૃહમાં પ્રવેશ કરતી વખતે ત્યાગ કરવા; ક્ષરણ કે જિન ભગવાન રાજાના પણ રાજ સમાન છે, માટે તેના આગળ રાજાએ પોતાની નમ્રતા તથા ભક્તિ બતાવવા વાહન, મુકુટ, તરવાર છત્ર, અને ચામર એ પાંચ રાજચિન્હ બહાર મૂકી મદિરમાં પ્રવેશ રવે.