________________
ઘર્મબિન્દુ
૨૬૦ ]
ततः गुरूसमीपे प्रत्याख्यानाभिव्यक्तिरिति ॥५१॥ અર્થ–ગુરુ પાસે પ્રત્યાખાન પ્રગટ કરે.
ભાવાર્થ: ઘરમાં કરેલું હોય તે ગુરૂને જણાવે, અને ગુરૂની સાક્ષી સહિત ગુરૂ પાસે પ્રત્યાખ્યાન લે.
તો વિનવવનકાળ નિજ નિ પણ અર્થ–પછી જિન વચન સાંભળે.
ભાવાર્થ –શ્રાવકને અર્થ જ એ થાય છે કે જે સાધુ પુરૂષ પાસેથી પિતાનું શું કર્તવ્ય છે તે સંબંધી ઉપદેશ સાંભળનાર તે. શ્રાવક (શ્રુ સાંભળવું) માટે પ્રતિદિન ધર્મ શ્રવણ કરવું.
સંસારના પ્રાચિક જીવનની દિવાલ એવી જબરી છે કે તેને તેડવા એકાદ વાર ઉપદેશ સાંભળવાથી ચાલે નહિ. વારંવાર ઉપદેશના હડા તે દિવાલ ઉપર પડે, ત્યારેજ દિવાલને કઈક ભાગઃ તુટે. જેમ રોગને નાશ કરવા માટે એક વખત લીધેલું ઔષધ વારંવાર લેવાય છે, અને તેમ કરવામાં દેશ ગણાતો નથી, તેમ ધર્મ, ભાવના સજીવન રાખવા અને પ્રાપંચિક જીવનની અસારતાને ખ્યાલ આપવા વારંવાર ઉપદેશ શ્રવણ કરવામાં જરા પણ દોષ નથી. માટે ધર્મશ્રવણ કરવું.
ततः सम्यक् तदर्थालोचनमिति ॥५३॥
અર્થ–સાંભળ્યા પછી સમ્યફ પ્રકારે સાંભળેલા પદાર્થો વિશે મનન કરવું.
ભાવાર્થ –કેવળ સાંભળવાથી બહુ લાભ નથી, સાંભળેલી બાબત ઉપર મનન કરવું જોઈએ; મનન કરવાથી તે સત્ય પદાર્થમાં રહેલી ખુબીઓ જણાઈ આવે છે; જેટલે વખત સાંભળતાં લાગ્યો.