________________
૨૫૬ ]
ધ બિન્દુ,
तथा नमस्कारेणावबोध इति ॥ ४३ ॥ અ-નમસ્કાર સહિત જાગવુ.
ભાવાર્થ :-નમાઅરિહંતાણું એ પદથી શરૂ કરી પ્રથમ
.
પાંચ પદના જાગૃત થતાં પ્રથમ ઉચ્ચાર કરવા. કારણ કે પોંચપરમેષ્ઠિના ગુણનું મહાત્મ્ય અયિન્ત્ય છે; તેના મહિમા તેનું સ્મરણુ. કરનારા જ જાણે છે.
एष पञ्चनमस्कारः सर्वपापप्रणाशनः । मङ्गलानां च सर्वेषां प्रथमं भवति मङ्गलम् ||
આ પૉંચપરમેષ્ઠિને કરેલા પાંચનમસ્કાર સર્વ પાપના નાશ કરનારા છે, કારણ કે સવ માંગલામાં પ્રથમ મંગલ છે. આ પાંચ પદ છે તે આંકાર દર્શીક છે, અને યાગીએ પણ ઈચ્છિત પદાર્થ અને મેાક્ષને આપવાવાળા એકારનું નિરંતર ધ્યાન કરે છે. માટે જૈને એ પણ એકાર શબ્દસૂચક પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવા. પછી શું કરવું તે શાસ્ત્ર કાર જણાવે છે.
तथा प्रयत्नकृतावश्यकस्य विधिना चैत्यादिवन्दनमिति ॥ ४४ ॥ અથ–પ્રયત્નથી આવશ્યક ક્રિયા કરીને વિધિ સહિત ચૈત્યવદન કરવુ.
ભાવાઃઃ– આ આવશ્યક ક્રિયા નીચે પ્રમાણે છે. પ્રથમ મલમૂત્રના ત્યાગ કરવા, પછી રનાન કરવું, પછી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવાં, આ પ્રથમની આવશ્યક ક્રિયાએ કરી વિધિ સહિત પુષ્પ વગેરેથી ચૈત્યવંદન કરવું, એટલે જિનબિંબની પૂજા કરવી. તે પછી. ગુરૂવંદન અને માતાપિતા વિગેરે વડિલેને નમન કરવું, જિબિ’બની ભાવહિત પૂજા કરવાથી ભાવ શુદ્ધ થાય છે, કહ્યું છે કેઃ