________________
અધ્યાય-૩
* [ ૨૫૫
નિદ્રાની અંદર આપણું ભાન રહે તેવી સ્થિતિ હજુ આપણે પ્રાપ્ત કરી નથી, તેથી આપણી હાલની સ્થિતિમાં તે રાત્રિમાં ઉંધતા પહેલાં સૌથી છેલ્લો વિચાર બહુજ અગત્યનું છે. માટે તે વખતે દરરોજ શુભ વિચાર કરવો, ત્રણ નવકાર ગણવા, અથવા ટીકાકાર લખે છે તેવી કેઈ ઉચ્ચ ભાવના ભાવવી. જેમકે –
धन्यास्ते वन्दनीयास्ते तैलोक्यं पवित्रितम् । यैरेष भुवनक्लेशी काममल्लो विनिर्जित. ॥१॥
જેઓએ ભુવનને જીતનાર કામમલ્લને જી છે તેમને ધન્ય છે, તેઓ વંદનીય છે, અને તેઓએ ત્રણ જગતને પવિત્ર કર્યું છે; અથવા નીચે પ્રમાણે વિચાર કરે.
Pray that the whole mankind may be spiritually evolved, may not yield to the seductions of the senses, and may the sins of ommission and commission be forgiven."
સર્વ મનુષ્ય અધ્યાત્મિક ઉન્નતિ પામે, સર્વ મનુષ્યો ‘ઇન્દ્રિયના વિકારોને આધીન ન થાઓ, અને કરવાનું નહિ કરવારૂપ, અને નહિ કરવાનું કરવારૂપ સર્વ અતિચારે માફ થાઓ, એવી પ્રાર્થના કરો.
આવી ભાવના કરવાથી મનુષ્ય જેટલે સમય નિદ્રાવસ્થામાં રહે છે, ત્યાં સુધી શુભ પરિણામવાળે રહી શકે છે. વળી પ્રાત:કાળમાં જાગૃત થતાં સર્વ કલ્યાણકારી પંચપરમેષ્ઠિનું ભક્તિસહિત નામ લેવું.