________________
અધ્યાય-૩
[ ૨૪
‘ભંગ થાય, પણ અજાણપણે તેમ થાય તે અતિચાર લાગે તે પાંચ
અતિચાર આ પ્રમાણે છે. ૧. સાધુન સચિત્ત (જીવવાળે) આહાર ન કટપે, હવે કે ઈ માણસ
સચિત્ત વસ્તુઓ સાથે સાધુને આપવાની વસ્તુઓ મૂકે, તે પહેલો અતિચાર થાય છે. સાધુને આપવા યોગ્ય વસ્તુઓ, બીજોરાં વગેરે સચિત્ત વસ્તુ
ઓથી ઢાંકવાથી બીજે અતિચાર થાય છે. ૩. અમુક વસ્તુ પિતાની હોય, છતાં સાધુને ન આપવાની બુદ્ધિથી
તે પારકી છે એમ કહી સાધુને ના પાડે, તે ત્રીજે અતિચાર
થાય છે. ૪. મ-સરથી સાધુને અનપાન આપે તો ચોથો અતિચાર થાય છે. ૫. સાધુને ભિક્ષા નહિ આપવાના હેતુથી સાધુને ગોચરીને સમય
વીતી ગયા પછી આહાર લેવા આવવા વિનંતી કરવાથી, પાંચમે અતિચાર થાય છે.
આ રીતે બાર વ્રત અને દરેકના પાંચ પાંચ અતિચારનું વર્ણન સમાપ્ત થયું. આ બાર વ્રતની સમાપ્તિ સંબંધમાં શાસ્ત્રકાર લખે છે કે – एतद्रहिताणुवादिपालनं विशेषतो गृहस्थधर्म इति ॥३५॥ ' અર્થ–એ અતિચારો રહિત બાર વ્રત પાળવા તે ગૃહસ્થને વિશેષ ધર્મ જાણો.
ભાવાર્થ-આ રીતે જે જે અતિચારોનું વર્ણન કરવામાં આવ્યું છે, તે છૂટવાની બારીરૂપ ન ગણતાં તે ન લાગે તેવી રીતે પાળવાં, તે પાળનાર વિશેષ ગૃહસ્થ ધર્મ પાળનાર ગણવામાં આવે છે. અહીં કેઈ શંકા કરે કે વિધિસહિત અંગીકાર કરનારને અતિચાર સંભવી શકેજ નહિ, અને અહીં તમે કહે છે કે અતિ