________________
અધ્યાય-૩
[ ૨૪૭
પણ ત્રતાની સંખ્યા બહુજ વધી જાય, અને તેથી બાર વ્રતની સંખ્યાની મર્યાદા રહે નહિ.
શકા—દિગ્દતના સંક્ષેપને દેશાવગાશિક નામ આપ્યુ, તેમ દરેક અણુવ્રતનું પણ દેશાવાશિક કહેવું જોઈએ.
સમાધાન—તે કહેવાની જરૂર નથી, કારણ કે જે અતિચાર પ્રાણાતિપાત અણુવ્રતને લાગે છે, તેજ અતિચારા પ્રાણાતિપાતના દેશાવગાશિક વ્રતને લાગુ પડે, પણ વ્રિતને લાગુ પડતા અતિચારા દેશવ્રતને યથાર્થ લાગુ પડે તેમ નથી, અને તેટલા માટેજ તેના પાંચ અતિચારા જુદા કહ્યા છે; કારણ કે તેમાં ક્ષેત્રને સંક્ષેપ છે; દરેક ઠેકાણે અતિયાર દર્શાવવાની જરૂર નથી, દાખલા તરીકે રાત્રિભોજન વ્રતમાં અતિચાર જણાવવામાં આવ્યા નથી.
હવે ત્રીન શિક્ષાવ્રતના અતિચાર કહે છે. તે શિક્ષાવ્રત પૌષધાષવાસનું છે.
अप्रत्युपेक्षिताप्रमार्जितेात्सर्गादाननिक्षेप संस्तारोपक्रमणानादरस्मृत्यनुपस्थापनानीति ॥३३॥
૧. નહુિ તપાસેલા, અને નહિ પ્રમાર્જેલા (પુંજણીથી જીવ રહિત કરેલા) સ્થાનમાં મુત્ર-પુરીષ વગેરે પરવાં (નાંખવા.)
૨. તેવાજ સ્થાનમાં ધર્મનાં ઉપકરણા મૂકવા તથા ગ્રહણ કરવાં. ૩. જોયા વિના તથા પ્રમાન કર્યા સિવાય સંથારા (સંસ્તારન પથારી)ને ઉપભાગ કરવે.
•
૪. ભક્તિ અથવા બહુમાન વગર પૌષધેાપવાસત્રત ગ્રહણ કરવુ સ્મૃતિને નાશ.
૫.
નહિ પ્રમાન કરેલી અને નહિ તપાસેલી ભૂમિ, તે ઉપરથી અધી પ્રમાર્જન કરેલી અને અર્ધ તપાસેલી એ અર્થ પણ ગ્રહણ કરવા, પૌષધાપવાસ વખતે દરેક વસ્તુ તપાસીને અને સાફ કરીને લેવી, યુદ્ધનાપૂર્વક ચાલવું. અને જેમ જીવની વિરાધના ન થાય