________________
૨૪૬ ]
ધર્મબિન્દુ તો તે વ્રત ભંગ થાય, માટે વ્રત ભંગના ભયથી તે આ પ્રમાણે વર્તે છે.
૫. પિોતે જેટલા ક્ષેત્રની મર્યાદા કરી હોય, તેની બહાર રહેલા પુરુષને બોલાવવા માટે તેની તરફ કાંકરા વગેરે ફેંકવાથી પુદ્ગલ પ્રક્ષેપ નામને અતિચાર લાગે છે.
આ ઠેકાણે દેશાવનાશિક અથવા દેશ વ્રતનું સ્વરૂપ બરાબર ધ્યાનમાં રાખવાની જરૂર છે. દિગ્ગતને એક ભાગ દેશવ્રત છે. ચાર દિશાઓ, ચાર ખૂણાઓ, અને ઉંચે નીચે મળી દશ દિશાને લગતું દિગ્વત છે, ત્યારે દેશવ્રતમાં ઘર, ગામ, સીમા વગેરેના સંબંધમાં ગમનાગમનની હદ બાંધવાનો નિયમ કરવાનું છે. અને તે હદની બહાર રહેલા સકળ પ્રાણીઓની પ્રયોજન સહિત અથવા પ્રોજન રહિત હિંસાને ત્યાગ તેથી થાય છે, કારણ કે તે હદ બહાર રહેલા પદાર્થો સાથે તેને કઈ પણ પ્રકારને સંબંધ તે વ્રતની મુદત સુધી રહેતા નથી.
ગમનાગમનથી (જવા આવવાથી) જે પ્રાણીની હિંસા થાય તેને અટકાવવા માટે આ વ્રત લેવામાં આવે છે અને તેથી પિતે ન જાય અને બીજાને મેકલે, તો તેના ફળમાં વિશેષતા રહેતી નથી; વળી પોતે જાય તે વધારે સારૂં, કારણ કે જતાં આવતાં બરાબર યતનાપૂર્વક ચાલે, અને સેવકને ઈર્યાપથિના નિયમનું જ્ઞાન નહિ, તેથી વધારે હિંસા અજાણતાં તેનાથી થઈ જાય. આમાના પ્રથમ બે અતિચાર કાચી બુદ્ધિને લીધે અથવા અવિચાર પણાથી થાય છે. અને છેલ્લા ત્રણ કોઈ બહાનાથી બીજાને પોતાને અભિપ્રાય જણાવવાની બુદ્ધિથી થાય છે. આ બાબતમાં વૃદ્ધપરંપરાથી ચાલતા આવેલા વિચારે આ પ્રમાણે છે –
| દિવ્રતને સંક્ષેપ તે દેશવ્રત અથવા દેશાવળાશિક વ્રત કહેવાય આવી રીતે જે દરેક અણુવ્રતને સંક્ષેપ કરવામાં આવે તે થઈ શકે