________________
૨૨૬ ]
ધમબિન્દુ રીતે ચાલે તેટલું ધન પેદા કર્યું હેય, પિતાની સંતતિ ગૃહકાર્ય ઉપાડી લેવા જેટલી સમર્થ થયેલી હોય, તેવા કેટલાક પુરૂષ, ચોથા વ્રતની બાધા લઈને, પરોપકારના કાર્યમાં યુવાનોને પોતાનાં જ્ઞાન અનુભવને બોધ આપવા બહાર પડે, તે જૈનોના ઉદયનું એક મોટું બીજ રોપ્યું ગણી શકાય !
આ પરવિવાહના સંબંધમાં કેટલાક આચાર્યો એમ કહે છે કે પરવિવાહ એટલે પિતાનો વિવાહ બીજી વાર કરે તે સમજવું પુત્ર અપેક્ષાએ અથવા બીજા કોઈ કારણથી એક સ્ત્રી હયાત છતાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરવું તે પરવિવાહ કહેવાય. આ વિવાહથી સ્વદારા સંતોષીને અતિચાર લાગે છે. સ્ત્રીને પિતાના પતિમાં સંતેષ અને પરપુરૂષને ત્યાગ અને સરખાંજ છે; કારણ કે પિતાના પતિ સિવાયના બીજા સર્વ પુરૂષો પરપુરૂષજ કહેવાય.
૨-૩-બીજાએ ભાડું આપીને રાખેલી વેશ્યા સાથે ગમન કરવાથી અથવા કુમારી કન્યા સાથે ગમન કરવાથી આ વ્રતમાં બીજે તથા ત્રીજે અતિચાર લાગે છે.
૪-પ-તીવ્ર કામના અભિલાષથી અનંગ ક્રીડા કરવી તે આ વતને ચોથો તથા પાંચ અતિચાર છે.
આવી રીતે આ પાંચ અતિચાર ન લાગે તેવી રીતે સ્વદાર સંતોષીએ વર્તવું.
ટુંકમાં આ વ્રતને સાર એ કે, પરસ્ત્રીને ત્યાગ કરવો, અને સ્વસ્ત્રિીમાં પણ વિષય સુખસંબંધી હદ બહાર આસક્તિ ન રાખવી અને ઉંચામાં ઉંચી ભાવના છદ્રિય બ્રહ્મચારીની છે, એમ મનમાં રાખી વર્તવું. આ અતિચારોના સંબંધમાં ઘણું પ્રકારના ભાંગા છે, તેનું વર્ણન બીજા ગ્રંથમાં જોઈ લેવું.
હવે પાંચ અણુવ્રતના અતિચારને વિચાર કરીએ.