________________
૨૨૨ ]
ધર્મબિન્દુ માલ ભરે. આ ત્રીજા અણુવ્રતના છેલા બે અતિચારે છે. આવી રીત ખેટાં તળ માપથી અથવા ભેળસેળ કરવાથી મળેલું ધન તે પણ ચેરીનું ધન છે.
“ચોરીને માલ ચંડાળે જાય અને પાપી હાથ ઘસતા થાય એ કહેવત ખરી છે, તેને એક ટુંક દાખલે અત્રે ટાંકવામાં
આવે છે.
એક ધનસુખ નામનો વનિતાનગરીમાં શેઠ રહેતા હતા, તે રૂને વ્યાપાર કરતા હતા. એકદા એદ વૃદ્ધ માણસ એક રૂપીઆનું રૂ લેવા આવ્યો. તે શેઠે રૂપીઆનું આઠ શેર આપવાનું કહ્યું. તે વૃદ્ધ કહ્યું “આપ” પછી તે શેઠે એક ત્રાજવામાં ચાર શેરી મૂકી અને બીજા ત્રાજવામાં રૂ મૂકયું, અને પેલા વૃદ્ધ પાથરેલા વસ્ત્રમાં તે રૂવાળું ત્રાજવું ખાલી કર્યું. રૂ વજનમાં હલકું હોવાથી દેખાવમાં - બહુ લાગે છે, તેથી તે વૃદ્ધ માણસે આઠ શેર રૂ આપેલું છે, એમ
જાણી પિતાનું વસ્ત્ર વાળી લીધું, અને ધનસુખ શેઠને સલામ કરી - ચાલતો થયે. ધનસુખ શેઠ પણ વ્યાપારની કપટકળામાં અતિ નિપુણ હેવાથી, જયાં પેલા વૃદ્ધ માણસે પિતાનું કપડું વાળવા માંડયું કે બાકીનું રૂ જોખવાને વિચારજ બંધ કર્યો આ પ્રમાણે તે અર્થે - રૂપીઓ કમાયો.
પછી પોતાના નેકરને તેણે આજ્ઞા કરી કે “જા ઘેર જઈને કહી આવ કે આજે પુરણપોળી કરે”. નોકર ઘર તરફ કહેવા ગયે આજે સ્વાદિષ્ટ ભોજન મફતના પૈસામાં મળશે, એ તે ધનસુખ શોઠ પાટ હર્ષ ધરવા લાગ્યો. તે શેઠની સ્ત્રીએ પતિની આજ્ઞા પ્રમાણે
પુરણપોળી તૈયાર કરી, એવામાં એકાએક તે શેઠને જમાઈ તેના - મિત્રો સાથે આવી પહોંચ્યો, અને તે જમાઈ અને તેના મિત્રો
ઘણા દૂરથી આવેલા હતા તેથી ભૂખ્યા હેવાથી તૈયાર કરેલું ભોજન - બરાબર ઝાપટી ગયા અને પછી નિરાંતે સુતાં. સાંજે વાળુ સમયે