________________
અધ્યાય-૩
[ ૨૨૧ નહિ; કારણ કે ચોરને સહાય આપવાથી તે પરનું ધન હરણ કરે. તેથી જેનું ધન ચોરાયું હોય તેના ભાવ, પ્રાણ તથા દ્રવ્ય પ્રાણને નાશ થાય; વળી એ વાત જાહેરમાં આવે તે ચોરની સાથે ચોરીને માલ સંગ્રહી રાખનારને પણ સજા થાય; અને તેથી ધર્મ પણ વગોવાય. કારણ કે, જે ધર્મના માણસો આવાં કૃત્ય કરવા પ્રેરતા હશે, તે ધર્મ પણ એ હલકેજ હશે એમ અન્ય માણસો ગણે.. વળી લેકમાં આબરૂ જાય, અને તે માણસને કેઈ વિશ્વાસ પણ ન રાખે. જ્યારે તેવો માણસ કેઈ ને ઘેર જાય, ત્યારે ઘરના સર્વે માણસે તેની હીલચાલને બારીક નજરથી તપાસ; આ માણસ સર્વત્ર અપ્રિય થાય છે.
૩. પિતાના રાજાની રજા સિવાય દુશ્મનના લશ્કરમાં અથવા બીજા એવા સ્થાનમાં વેપાર માટે છાની રીતે પ્રવેશ કરે તે વિરૂદ્ધ રાજ્યાતિક્રમ કહેવાય.
જનશાસ્ત્રમાં ચાર પ્રકારના અદત્ત કહેલાં છે. સ્વામીઅદત્ત. જીવઅદત્ત, તીર્થકર અદત્ત, અને ગુરૂઅદત્ત. આમ પરરાજ્યમાં જવું તે સ્વામિ-નૃપ-અદત્ત કહેવાય. તેને ચેરના જેટલો જ દંડ કરવામાં આવે છે. પહેલાના સમયમાં આ નિયમ બહુ ઉપયેગી હતો; કારણ કે જે એક રાજ્યને માણસ તે રાજાના શત્રુના રાજ્યમાં જાય તો. પ્રથમના રાજાની હીલચાલ વગેરે અન્ય રાજાને જણાવી દેવાને સંભવ રહે, તેથી રાજાએ તે અપરાધને ચોરીના ગુના જેટલો ગણતા હતા. માટે જે રાજ્યમાં આપણે રહેતા હોઈએ તે રાજ્યના નિયમને માન આપીને વર્તવું જોઈએ. કારણ કે રાજભક્તિ કરવી એ જેનોને. ધર્મ છે.
૪–૫. આપતી વખતે ઓછું જોખવું; અને લેતી વખતે વધારે; જોખવું, અથવા ભરવું; અથવા કોઈ ભારે મૂલવાળી વસ્તુમાં હલકી. ભેળવી દેવી, અથવા ઉપરની છાપ એને એ રાખી અંદર હલકે