________________
૨૩
. (૩) ત્યાંથી ત્રીજે ભવે ગુણસેન સિંહરાજ થયે, અગ્નિશર્મા તેને આણંદ નામે પુત્ર થયે, જેણે પૂર્વભવના વૈરભાવને કારણે પિતાને વિષ દઈ માર્યો.
(૪) ત્યાંથી ચવી એથે ભવે ગુસેન ત્રીજા સ્વર્ગે અને અનિશર્મા પહેલી નરકમાં ઉત્પન્ન થયે.
(૫) ત્યાંથી એવી પાંચમા ભવે ગુણસેનને જીવ શિખી નામે પુત્ર થયે, અને તે અગ્નિશર્માને જીવ જે જાલિણી નામે માતા થઈ હતી તેને પેટે અવતર્યો. આ ભવમાં માતાએ પુત્રને પૂર્વના વરભાવને કારણે વિષથી માર્યો.
(૬) ત્યાંથી ચ્યવી છ ભ ગુણસેનને જીવ પાંચમા સ્વર્ગે અને અગ્નિશર્માને જીવ બીજી નરકે ઉત્પન્ન થયો.
(૭) ત્યાંથી ચ્યવી સાતમા ભવે ગુણસેનને જીવે ધન્યકુમાર નામે શેઠપણે અને અગ્નિશર્માને જીવ ધનશ્રી નામે તેની સ્ત્રીપણે. ઉપો . પૂર્વ વરને લઈ સ્ત્રીએ પતિને માર્યો.
(૮) ત્યાંથી ચ્યવી આઠમા ભવે ગુણસેનને જીવ સાતમાં સ્વર્ગે અને અવિન શર્માને જીવ ત્રીજી નરકે ઉત્પન્ન થયો.
(૯) ત્યાંથી અવી નવમા ભવે ગુણસેનને જીવ જય નામે અને અગ્નિશમને જીવ વિજય નામે તેના ભાઈપણે ઉપજો, અહીં પૂર્વના વૈરને લઈને વિજયે જયને પીડા ઉપજાવી. . (૧૦) ત્યાંથી ચ્યવો દશમા ભવે ગુણસેનને જીવ નવમા કહે વિમાનવાસી દેવ થયો, અગ્નિશમને જીવ થી નરકે ગયે.
. (૧૧) ત્યાંથી ચ્યવી અગ્યારમા ભવે ગુણુસેન ધરણ નામે શેઠ, થયો, અને અગ્નિશર્મા લક્ષ્મી નામે તેની ભાર્યા થઈ, જેણે પતિને જૂર્વનું વૈર લઈ રંજાડો.