________________
મૂકી દીધા અને ૧૪૪૪ બૌદ્ધોને હણવાના સંક૯પ માત્ર માટે પ્રાયશ્ચિતરૂપે ૧૪૪૪ ગ્રન્થની રચના કરીને કર્મની નિર્જરા કરી. ધમના કાર્ય માટે કરાતું અપકૃત્ય તે અપકૃત્ય નથી એ માન્યતા ભૂલ ભરેલી છે, તે આ ઉપરથી સહજ સમજાશે.
જે ગાથાઓ સાંભળવાથી શ્રી હરિભદ્રસૂરિ ક્રોધ શાન્ત થયા. તે નીચે પ્રમાણે છે.
સમરાદિત્ય સંક્ષેપ ગાથા गुणसेण अग्गिसम्मा सिहाणंदाय तह पिआ पुत्ता। सिहि जालिणी माइ सुभो, धण धणसिरि मो अ पइ भञ्ज।। जय विजया य सहोयर, धरणो लच्छिय तह पई भज्जा । सेण विसेणा पित्तअ, उत्ता जममि सतमए ॥ गुणचंद वाणमंतर, समराइच्च गिरिसेण पाणो ओ। एग्गस्स तओ मुक्खो ऽणंतो बिअस्स संसारो ॥ जह जलइ जलं लोए, कुसथ्थपवणाहओ कसायग्गि । तं जुतं न जिणवयणअमियसित्तोवि पञ्जलइ ॥
અર્થાત–(૧) ગુણસેન નામે એક રાજા હતા, તેણે અગ્નિશર્મા નામે એક તાપસને પારણાનું નિમંત્રણ કર્યું, પણ પ્રમાદને એને પારણ કરાવવું વીસરી ગયો; આથી અગ્નિશર્માના અંતરમાં વરભાવ પ્રગટયે, આ પહેલો ભવ.
(૨) બીજે ભવે અગ્નિશર્મા વિદ્યુત કુમારમાં ઉપજે, ગુણસેના સૌધર્મ દેવલોકમાં દેવ થયે.