________________
અધ્યાય-૩
[ ૧૯૫ ૬ નિવેદ : સંસારમાં જ્યાં ત્યાં દુઃખ દેખી, અને સંસારના પદાર્થોની અસત્યતા લાગવાથી તે ઉપર આવેલ ઉદ્વેગ-કંટાળે તે.
' અનુકંપા : ભાવથી અને દ્રવ્યથી દુઃખી પ્રાણીને દયા કરવી તે. અનુકંપાના બે ભેદ છેઃ દ્રવ્ય અનુકંપા અને ભાવ અનુકંપા. કઈ પ્રાણીને ગરીબ અવસ્થામાં કે દુઃખી હાલતમાં દેખી તેનું દુઃખ દુર કરવા યથાશક્તિ મદદ આપવી તે દ્રવ્ય અનુકમ્પા. અને કોઈ માણસને દુઃખી દેખી પિતાની શક્તિ તેનું દુ:ખ દૂર કરવાની ન હોય તે તેનું ભલું થાઓ એવું ચિંતવવું અથવા અસન્માર્ગે પડતા જીવને સન્માર્ગમાં સ્થિર કરવા ઉપદેશ આપવો તે ભાવ અનુકંપા કહેવાય. - આસ્તિયઃ નવતર ઉપર શ્રદ્ધા રાખવી તે. * એ પાંચ લક્ષણથી સમ્યગદર્શન ઓળખાય છે; અને જેનામાં પાંચ લક્ષણ હોય તે સમ્યગ્દર્શની કહેવાય છે.
આ પ્રમાણે સમ્યગ્દર્શનીને ઓળખ્યા પછી ગુરૂએ શું કરવું તે કહે છે.
उत्तमधर्मप्रतिपत्यसहिष्णोस्तत्कथनपूर्वमुपस्थितस्य विधिनाणुव्रतादिदानमिति ॥८॥
અર્થ : ઉત્તમ ધર્મ અંગીકાર કરવા અસમર્થ એવા પિતાની પાસે આવેલા પુરુષને પ્રથમ ઉત્તમ ધર્મ કહેવા પૂર્વક વિધિથી અણુવ્રતાદિથી ગ્રહણ કરાવવું. * ભાવાથી ઉત્તમ ધમ એટલે યતિ ધર્મ સમજે. સંસારના . પાંર્થો ઉપર જેને વૈરાગ્ય થયેલ છે, એ ધર્મ ગ્રહણ કરવા ઉદ્યમવંત થયેલ કોઈ ગૃહસ્થ, ગુરૂ મહારાજ પાસે ધર્મ ગ્રહણ કરવા આવે ત્યારે ગુરૂ મહારાજે પ્રથમ ક્ષમા, માઈવ ઈત્યાદિ દશ પ્રકારના યંતિ ધર્મનું વિસ્તાર સહિત વર્ણન કરીને, તેને ચારિત્ર લેવા ઉત્સુક બનાવ. ચારિત્ર ધર્મ જ સર્વ કર્મ રગને રેચ સમાન છે. જેવી
--