________________
અધ્યાય-૨
[ ૧૮૧ પ્રચંડ પવનથી જેમ વાદળ સમૂહ, વિખરાઈ જાય છે, તેમ આ બાર ભાવનાથી રાગદ્વેષ, મોહરૂપ મળ નાશ પામે છે; કારણ કે ભાવનાઓ. અને રાગદ્વેષ વગેરેને શત્રુ પણું છે. આ રીતે આ ભાવનાઓથી રાગદ્વેષને ક્ષય થાય છે. પણ તેથી શું ? તેને જવાબ શાસ્ત્રકાર આપે છે. આ • તમrsgવ કૃતિ ૭૮ના - અથ–રાગાદિન ક્ષય થયે મોક્ષ પ્રાપ્તિ થાય.
ભાવાર્થ –જ્યારે સર્વ પદાર્થો પ્રતિ રાગને નાશ થાય છે અને સર્વ પ્રાણી પ્રતિ દેવને નાશ થાય છે ત્યારે તે જીવ સર્વ આત્મા તરફ સમભાવવાળો થાય છે, સર્વનું હિત કરવા તત્પર બને છે, અને સકળ વસુધાને કુટુંબ તુલ્ય માનનાર ઉદાર ચરિત્રવાળો ગણાય છે; તેનું મન શાંત અને નિશ્ચળ બને છે. જયોતિ તેના મન રૂપ શાંત સરોવર પર પ્રકાશે છે. અને સકળ લોકાલોકના પદાર્થો જેનાથી જોઈ શકાય તેવું કેવળજ્ઞાન અને કેવળદર્શન તેને પ્રાપ્ત થાય છે;-પ્રાપ્ત થતું નથી, પણ તેનામાં ગુપ્ત હતું તે પ્રકટ થાય છે. મન અને શરીર સંબંધી સર્વ દુઃખને નાશ થાય છે, ત્રિવિધ તાપ ટળી જાય છે, અને અસાધારણ આનંદરૂપ મેક્ષ સ્થિતિ તે પ્રાપ્ત કરે છે તે ઉચ્ચ સ્થિતિનું વર્ણન શબ્દ દ્વારા થઈ શકે તેમ નથી; તેના અનુભવીજ તે સમજી શકે છે. વૈખરી વાણીમાં તે દર્શાવવા માટે પુરતા શબ્દ નથી. . હવે મોક્ષનું લક્ષણ શું ? તે જણાવે છે.
સમાચત્તિ સુરવન શુતિ I૭૫) ' અર્થ—અત્યંતપણે સકળ દુખનો નાશ તે મોક્ષ. ' ભાવાર્થ –ાં કાંઈ પણ દુઃખ નહીં અને સર્વ પ્રકારને ઉચ્ચ આનંદ છે, તેવું સુખસ્થાન, તે મેક્ષ કહી શકાય. જે સુખ