________________
૧૮૨ ]
ધર્મશ-દુ મેળવ્યા પછી બીજું સુખ મેળવવાની ઈચ્છા રહેતી નથી. તેવું ઉત્કૃષ્ટ સુખનું ધામ તે ક્ષ. આવું પરમ ફળ શુદ્ધ ચારિત્રથી મળી
હવે આ પ્રકરણને ઉપસંહાર કરતાં શાસ્ત્રકાર લખે છે કે – एवं संवेगकृद्धर्म आख्येयो मुनिना परः। यथाबोधं हि शुश्रूषो वितेन महात्मना ।
અથ આ પ્રકાર ધર્મ ભાવનાવાળા મહાત્મા મુનિએ સાંભળવાની ઈચ્છાવાળાને સંવેગ ઉત્પન કરે તેવો ઉચ્ચ ધર્મ પિતાના બધા પ્રમાણે કહે. - ભાવાર્થ –ધર્મભાવનાવાળા મુનિએ ઉપદેશ આપ; એમ કહેવાને હેતુ એ છે, કે જેનામાં ધર્મભાવના હેય, તેજ બીજામાં ધર્મભાવના ઉત્પન્ન કરી શકે; ભાવે, ભાવને ઉત્પન્ન કરે છે, એવું. શાસ્ત્ર વાક્ય છે. બુદ્ધિ, બુદ્ધિને અસર કરે, અને હૃદય, હૃદયને અસર કરી શકે, માટે હૃદયથી કહેલો બોધ સાંભળનારના હૃદયમાં ઘણા પ્રકારની અસર કરી શકે છે. ‘મુનિ મહાત્મા' વિશેષણ આપવાનું કારણ એ છે, કે જેણે તને યથાર્થ રીતે જાણ્યા હોય અને જેના હૃદયમાં પરને ઉપકાર કરવાની બુદ્ધિ હોય, તેવા મુનિએ ઉપદેશ આપ, નહિ તે બેટી પ્રરૂપણ થવાને ભય રહે છે.
આ ઉપરથી જેને અનેકાંત શૈલીનું, ગુરૂલઘુતાનું અને ગૌણતામુખ્યતાનું જ્ઞાન હોય, અને પોતે જે પ્રરૂપે છે તેનો અનુભવ થયો હેય, એવા મહાત્મા મુનિએજ ઉપદેશ આપવો. જેનામાં આવા ગુણ ન હોય તે ઉપદેશ કરવાને અધિકારી થઈ બેસે તો અનર્થ થવાનો સંભવ છે. આંધળાની પછવાડે આંધળે ચાલે તે કૂવામાં પડવાને ભય રહે છે, તેમ વસ્તુ તત્ત્વના અાત ઉપદેશકના બેધથી જ્ઞાનને બદલે અજ્ઞાન મળવાને ભય રહે છે. માટે ઉપર