________________
- ૧૮૦ ]
ઘર્મબિન્દુ સર્વ સામગ્રીઓ હેય તો પણ ઉત્કૃષ્ટ વિશુદ્ધતાને બતાવતારી, કર્મરૂપ મેલને દૂર કરનારી, અને સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલી સદ્ વાણીમાં શ્રદ્ધા થવી તે પ્રાયઃ દુર્લભ છે.
સને સદ તરીકે ઓળખવું, અને અસદને અસદુ તરીકે જાણવું એ કામ સહેલું નથી. ગુરૂ કૃપાથી અને મહા પુણ્યના ઉદયથી તે થઈ શકે છે. કારણ કે એકવાર પણ માણસને સદ્ અસનું વિવેકપૂર્વક ખરું જ્ઞાન થાય, તે ફરીથી તેને તે માણસ રહે નહિ, તેના આચાર વિચાર તદ્દન બદલાઈ જાય. સંસાર વ્યવહારમાં ભલેને તે ફરીને ગુંથાય, પણ કાંઈ જુદા પ્રકારની ઉદાસીનતા તેના કાર્યમાં જણાય.
(૧૨) ધર્મ ભાવના આ સંસારમાં રઝળતા, અને અજ્ઞાનથી ભવભ્રમણ કરતા પ્રાણીઓને દયા દ્રષ્ટિએ તારવાની બુદ્ધિથી સજ્ઞાન શીખવનાર સર્વસ છે એમ વિચારવું. કેવળજ્ઞાનથી તેમણે સર્વ સ્વરૂપ જોયું, અને પોપકાર બુદ્ધિથી તે જ્ઞાન જગતના હિત અર્થે લોકોને ઉપદેશ્ય, તે મહાકૃપાળુ તીર્થંકર મહારાજ છે; અને તેઓએ નિઃસ્વાર્થ બુદ્ધિથી અને કેવળજ્ઞાનથી ઉપદેશ કરે છે, માટે તે સત્ય હો જોઈએ. તેમની વાણું અતિ ઉત્તમ અને શ્રોતાને લાભકારી છે. રહણીયા ચેરના કાનમાં વગર ઈચ્છાએ તે વાણીને એક શબ્દ પડવાથી પણ તેને અત્યંત લાભ થશે, તે પછી તેનું શ્રવણ કરી તે પ્રમાણે વર્તનારને કેટલો બધો લાભ થાય તે વિચારવું.. | સર્વજ્ઞ ભગવાને દશવિધ યતિ ધર્મ અને બાર વ્રત રૂપ શ્રાવક ધર્મને ઉપદેશ કર્યો છે, માટે શ્રાવકે બાર વ્રત પાળવાં, અને સાધુએ - દશવિધ ધર્મ પાળવે. આ રીતે ધર્મ અને ધર્મને ઉપદેશ કરનાર
સર્વાને વિચાર કરવો તે બારમી ધર્મભાવના.' . એ રીતે બાર ભાવનાનું ટુંક સ્વરૂપ કહ્યું.
જે પ્રમાણે સારા ઔષધથી પિત્તાદિ રોગ નાશ પામે છે અથવા
!