________________
૧૭૮ ]
ધર્મબન્દુ રીતે કષાને જીતવા તથા મન, વચન અને કાયાના શુભગોથી
અશુભયોગ ઉપર જય મેળવ, તે સંવર કહેવાય. છે તે સંવર, સર્વ થકી અને દેશ થકી હેય છે. સર્વ પ્રકારે સંયમ તે ચૌદમા ગુણસ્થાનકમાં બિરાજતા અયોગી કેવળીને હેય, અને દેશથકી સંવર એક બે ત્રણ પ્રકારના આશ્રવના રોકનારને પણ સંભવી શકે.
સંવરના બે ભેદ છે. દ્રવ્ય સંવર અને ભાવ સંવર. આવને કારણે જે પુદ્ગલે જીવને લાગતાં હોય, તે ન લાગવા દેવા, અથવા તેમને છેદ કરે તે દ્રવ્ય સંવર કહેવાય, અને ભવના કારણ રૂપ આત્માની અશુદ્ધપરિણતિ, તેને ટાળી સ્વ સ્વભાવમાં રમણ કરવું, તે ભાવસંવર કહેવાય છે.
(૯) નિર્જરા ભાવના, સંવર અને નિર્જરામાં આ એક મુખ્ય ભેદ છે, બંધાતાં નવાં કર્મને ક્યાં તે સંવર, અને પૂર્વે બાંધેલાં કર્મદળને તપ વગેરથી વિખેરી નાંખવાં તે નિજર.
- નિર્જરાના બે પ્રકાર છે, એક સકામ નિર્જરા, અને બીજી અકામ નિર્જરા તપના જે બાર પ્રકાર કહ્યા છે, તે બાર રીતે સકામ નિર્જરા થાય છે. જે લેકેએ વિરતિ ગ્રહણ કરી છે, તેઓ જ
આ રીતે કર્મની નિજર કરવા તત્પર થાય છે, અને અકામ નિજરે " તો વિરતિ ભાવ વિના નિષ્કારણે ટાઢ, તડકે, સુધા વગેરે સહન
કરવાથી થાય છે માટે કષાયની મંદતા કરી તપ કર, તેજ લાભકારી છે, બાકી ઈચ્છાનિધિ રૂપ સત્ય તપ વિના ઝાઝે લાભ થતો નથી. એવી રીતે નિર્જરાનું સ્વરૂપ વિચારવું, અને યથાશક્તિ બાહ્ય તથા અત્યંતર તપ કરવો.
(૧૦) લોક સ્વભાવ ભાવના એ પિતાના બે હાથ પિતાની કેડ ઉપર મૂક્યા હોય, અને પિતાના