________________
અધ્યાય-૨
[ ૧૭૭
બર કેળવવું. કેળવાએલું હથિયાર સુથારને બહુ ઉપયોગી થાય છે, તેમ કસરતથી કેળવાયેલું. અને બ્રહ્મચર્યથી મજબૂત બનેલું શરીર બહુજ ઉપયોગી થાય છે; માટે શરીરનું અત્યંત લાલનપાલન પણ ન કરવું, તેમ તેના ઉપર દેષ કરી તેને અનાદર પણ ન કર, તે આપણો નકર છે એમ માનવું, નોકરને વશ રાખીએ છીએ, મારી નાંખતા નથી. તેજ રીતે શરીરને વશ રાખવું, પણ તદ્દન દરકાર ન કરી, તેને નાશ કરવો ઘટતો નથી. પણ તેને ઉચિત કાળજીથી અને કુદરતના કાયદા મુજબ વતીને તન્દુરસ્ત રાખવું તથા આત્માના ઉદ્ધાર માટે જે કાંઈ કામ તેની પાસે કરાવવું જરૂરનું જણાય, તે કરવા માટે તે શરીર જરા પણ આનાકાની ન કરે એમ સંભાળવું.
(૭) આશ્રવ ભાવના જીવ ક્ષણે ક્ષણે શુભ અથવા અશુભ કર્મ બાંધે છે. તે કર્મને બંધ થવાનાં કારણે મિથ્યાવ, અવિરતિ, કષાય, અને યોગ છે. જેના હૃદયમાં મૈત્રી, કારુણ્ય, પ્રમોદ અને માધ્યસ્થ ભાવના વસેલી છે, તેઓ શુભ કમ બાંધે છે, પણ જેમનાં મન આત તથા રૌદ્ર ધ્યાન, અને વિષય કષાયથી રંગાયેલા છે, તેઓ અશુભ કર્મ બાંધે છે.
પુણ્ય અને પાપ શી રીતે બંધાય છે અને કેવી રીતે ભગવાય છે, તેનું સવિસ્તર સ્વરૂપ નવતત્ત્વથી ગ્રહણ કરવું. જેથી કર્મ બંધ થાય તેવી સરાગપ્રવૃત્તિને આશ્રવ કહેવામાં આવે છે, જેમાં કર્મના ફળ ઉપર મમતા રહેલી છે તેવા કાર્યથી નવાં કર્મ ગ્રહણ કરાય છે માટે આશ્રવને ત્યાગ કરવા નિષ્કામવૃત્તિથી કાર્ય કરવાં. (૮) સંવર ભાવના.
, * આશ્રવને રોકવું તે સંવર. જેથી નવાં કર્મ બંધાય. તેવા કાર્યોને રોધ કરે તેને સંવર કહે છે. સમ્યજ્ઞાનથી મિથ્યાત્વને નાશ કર, વિરતિથી અવિરતને રાધ કરવો; ક્ષમાથી ક્રોધને, નમ્રતાથી માતને, સરલતાથી માયાને, અને સંતોષથી લોભને આ ૧૨