________________
અધ્યાય-૨
[ ૧૭ - આ રીતે નિત્ય અને અનિત્ય વસ્તુ વચ્ચે વિવેક કરતાં શીખવું. અને જેમ બને તેમ અનિત્ય વસ્તુના સંબંધમાં ઉદાસીન ભાવ ધારણ કરવો, વિવેકથીજ ખરો વૈરાગ્ય જાગૃત થાય છે, જે વસ્તુઓ અનિત્ય છે તે પરમાર્થ દષ્ટિથી મારી નથી એજ ભાવના તે વસ્તુ ઉપર વરાગ્ય ઉત્પન્ન કરાવે છે;
ज्ञानस्य फलं विरतिः જ્ઞાનનું ફળ એ વિરતિ એ સૂત્ર ખરૂર પડે છે. અનિત્ય ભાવનાના સંબંધમાં કહ્યું છે કે – सामित्तणधणजुव्वणरइरूवबलाउइट्ठसंजोगा । अइलोला धणपवणाहयपायवपक्कपत्तव्व ।।
પ્રભુત્વ, ધન, જેબ, રતિ, રૂપ, બળ, આયુષ્ય, ઈષ્ટસંગએ સર્વ વસ્તુ સખત પવનને ઝપાટો લાગેલાં વૃક્ષનાં પાકાં પાંદડાં જેવી બહુજ ચંચળ છે. - જેમ તે પાકેલાં પાદડાંને પવનનો સખત ઝપાટો લાગે તો પડતાં વાર લાગતી નથી. તેમ આ સર્વ અનિત્ય હેવાથી નાશ થતાં વાર લાગતી નથી. આવી રીતે સંસારમાં સર્વ પદાર્થોની અનિત્યતા અનુભવવી અને બને તેટલે રાગ તે ઉપરથી ઉતાર. . (૨) બીજી અશરણ ભાવના.
જગતમાં જીવ અનેક પ્રકારના મનુષ્યો પર આધાર રાખે છે. અને તેમને પિતાના શરણરૂપ માને છે. પણ ખરી રીતે આત્મા સિવાય આત્માનું કેઈ આધારભૂત નથી. આત્મા જ આત્માને શત્રુ છે, અને આત્મા જ આત્માને મિત્ર છે. વ્યવહારનયથી માતા, પિતા, સ્વજન, બાંધવ, સ્ત્રી, પુત્ર, ગુરૂ વગેરે આધાર રૂપ ગણી શકાય, પણ નિશ્ચયનયથી અથવા ખરી રીતે કેઈ પણ માણસને શરણ આપે તેમ નથી.