________________
૧૭૦ ]
ધબિન્દુ પદાર્થ માત્ર અનિત્ય છે. એટલું જ નહિ પણ સજીવ પ્રાણીઓની ઉપાધિરૂપ શરીર જેને ભૂલથી માણસ “હું પોતે છું” એમ માનવાને પ્રેરાય છે તે શરીર પણ નાશવંત છે. આત્મા સિવાયની સર્વ વસ્તુઓ અનિત્ય છે, દેના આયુષ્ય લાંબા સમયના હેય, અને તેથી તેમને મળતું સુખ બહુ ગણવામાં આવે, પણ અનંતકાળની અપેક્ષાએ તે પણ અનિત્ય છે. ( ટુંકમાં સર્વ પુદ્ગલદશા-અજીવ વિનાશી છે, તેના પર્યાયમાં ક્ષણે ક્ષણે ફેરફાર થયાજ કરે છે. પ્રાતઃકાળમાં જે માણસ આપણી નજરે પડ્યો હતો, તે મરણ પામે છે એવી સાયંકાળે આપણને ખબર પડે છે, અથવા જે પુષ્પ સૂર્યના કિરણથી વિકસ્વર થયેલું સવારમાં દેખાતું, તે સાંજે સંકેચાયેલું નજરે પડે છે, શરીરને પણ બાળપણ, યુવાવસ્થા, વૃદ્ધપણું વગેરે અનુભવાય છે. લક્ષ્મીને ચપળા કહેવામાં આવે છે. એટલે તે એક જગ્યાએ કરી બેસતી નથી. પણ સમયે સમયે સ્થાન બદલે છે.
આવી રીતે તન, ધન, જોબન, બળ, વિષયસુખ, પ્રિયજનસમાગમ અને સંસારના સર્વ પદાર્થો અસ્થિર અને અનિત્ય છે. માત્ર આત્મા અમર છે, નિત્ય છે, શાશ્વત છે. તેને કોઈ દિવસ અંત આવવાને નથી. પણ તે સિવાયના અન્ય પદાર્થો વાયુના આવેગથી ચાલતી ધ્વજાના પટ જેવા અસ્થિર છે, કુંજરના કાન જેવા ચંચળ. છે, શરદઋતુની વાદળીની છાયા જેવા ક્ષણભંગુર છે, અને વિદ્યુતના ચમકારા જેવા ક્ષણ વિનરવર છે. પણ અજ્ઞાનતાથી માણસે તે વસ્તુઓને નિત્ય સમજી તેના પર રાગ ધરે છે, મમત્વ કરે છે, અને “આ મારૂં છે.” એ બે ભ્રમ સ્વીકારે છે. પરંતુ તત્વ દૃષ્ટિએ આ સર્વ પદાર્થો અનિત્ય છે; અને પરમાત્મપદને મેળવી આપનારા આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, અથવા સચિદ અને આનંદ એ ગુણેજ નિત્ય છે. કારણ કે તે સ્વાભાવિક ગુણો છે..