________________
અધ્યાય-૨
[ ૧૫૯ જનાર વસ્તુ તો કઈ અલગ નથી, અને શરીર જેને આ પક્ષવાળા આત્મા માને છે તે તે તેમનું તેમ પડી રહેલું જણાય છે, તો પછી જીવન અને મરણમાં ભેદ શો રહ્યો ?
હાલ આ મતને માનનારા કેટલાક પાશ્ચાત્ય દેશોમાં વિદ્યમાન છે. તે શરીરને સર્વસ્વ માને છે, અને શરીરને નાશ થયે સર્વનો અંત આવ્યો એમ તેઓ સ્વીકારે છે; આર્યભૂમિમાં તેવા મતને માનનારા ચાર્વાક કહેવાય છે, અને પાશ્ચાત્ય દેશોમાં તેમને જડવાદી” ની ઉપમા મળેલી છે. જડ સિવાય રૌતન્ય જેવી વસ્તુ જ નથી એમ તેઓને મત છે; અને તેથી મરણ થયે સર્વસ્વને અંત આવે છે; પંચભૂતના ભેગા થવાથી ચૈતન્ય શક્તિ ઉત્પન્ન થયેલી છે, અને મરણ સમયે પંચભૂત પિતાપિતાના તમાં ભળી જાય છે, એમ તેઓ કહે છે, કે જે અવાસ્તવિક છે, આ મત અજ્ઞાની જનોએ પ્રરૂપેલ છે, આ મતની અસત્યતા સિદ્ધ કરવા જતાં ગ્રંથગૌરવ થાય માટે અમે “આત્માની હયાતીની સાબીતી” એ નામનું અંગ્રેજી પુસ્તક વાંચવા ભલામણ કરીએ છીએ. ટીકાકાર તેનું જે યુક્તિથી ખંડન કરે છે તે અમે નીચે જણાવીએ છીએ.
પૂર્વપક્ષ-શરીર તેજ આત્મા છે; આત્મા શરીરથી જુદે નથી.
ઉત્તરપક્ષ-મરણ સમયે શરીર તેવું ને તેવું દેખાય છે. માટે જે શરીર તેજ આત્મા હોય, તે અમુક માણસ મરણ પામે એમ કહેવાય નહિ. તેથી આત્મા શરીરથી ભિન્ન છે, અને શરીર તે તો તેનું સાધન છે. જીર્ણ વસ્ત્ર નાશ પામવાશ્રી તેને પહેરનાર નાશ પામતો નથી તેજ રીતે જીણું શરીર નાશ પામવાથી તેને ધારણ કરનાર આત્માને નાશ થતો નથી. માટે આત્મા અને શરીરને ભિન્ન માનવાં. * Proofs of the cxistence of the Soul, by Aunie
Besant.