________________
૧૫૮ ].
ધમબિન્દુ तथा निरर्थकश्चानुग्रह इति ॥५८॥ અર્થ –ઉપકાર વગેરે નિષ્ફળ થાય.
ભાવાર્થ:–જે આત્માને દેહની સાથે જરા પણ સંબંધ નથી એમ કબૂલ કરીએ, તે દેહ ઉપર કરેલે ઉપકાર નિષ્ફળ જાય; પુષ્પમાળા, ચંદન, સુશોભિત વસ્ત્ર, અંગવિલેપન વગેરે શરીર સુખ આપવા યોજેલ સાધને આત્માને કઈ રીતે સંતોષ આપે નહિ; તેમજ અગ્નિ વગેરેને સ્પર્શ આત્માને દુઃખ આપે છે, તે આપે નહિ; શરીરથી આત્માને તદન અલગ માનવામાં શરીરને જેટલું સુખદુઃખ થાય, તે આત્માને અસર કરનારું થવું ન જોઈએ, પણ આપણું અનુભવમાં આવે છે કે શરીરને આપેલું સુખદુઃખ આત્માને સંતોષ કે અસંતોષ ઉપજાવનારું થાય છે. માટે આત્માને શરીરથી તદ્દન ભિન્ન ન માને, પણ વ્યવહારનયથી શરીર સાથે સંબંધ ધરાવનાર આત્મા છે એમ માનવું.
આત્માને શરીરથી તદન અલગ માનવામાં એક બીજું પણ દૂષણ આવે છે કે શરીરને સંહાર કરે છે તે હિંસા કહેવાય નહિ. કારણ કે શરીર અને આત્મા તદ્દન અલગ છે; પણ શરીરના વધથી આત્માને દુઃખ થાય છે માટે તદન અલગ ન માનો એજ સાર છે.
अभिन्न एवामरणं वैकल्यायोगादिति ॥५९॥ - અર્શ –દેહ આત્મા તદ્દન અભિન માનીએ મરણ પણ ન સંભવે, કારણ કે શરીરમાં ફેરફાર થતું નથી.
ભાવાર્થ –દેહ એજ આત્મા છે, અને આત્મા એજ દેહ છે એવો દેહ અને આત્માને અભેદ માનીએ તો ચૈતન્ય સહિત શરીર તજ આત્મા ઠર્યો અને તેથી મરણ સંભવેજ શી રીતે? આત્મા સ્થળ શરીર છોડીને ચાલ્યા જાય છે ત્યારે મરણ થયું એમ કહેવાય છે, પણ શરીર તેજ આત્મા એમ પક્ષ કબૂલ કરીએ, તે પછી ગયું શું ?