________________
અધ્યાય-૨
[ ૧૫૭
ક્યાં રહ્યો ? આ રીતે આત્માને અનિત્ય-ક્ષણભગુ ́ર માનવાથી હિંસાદિક ઘટી શકે નહિ. માટે આત્માને અનિત્ય માની શકાય નહિ.
આત્માને ઉપર જણાવ્યા પ્રમાણે નિત્ય પણ ન માનવા, અને અનિત્ય પણ ન માનવા. ત્યારે કેવા માનવા ? તેના જવાબમાં શાસ્ત્રન કાર કહે છે કે નિત્યાનિત્ય માનવા, આત્મા વસ્તુરૂપે નિત્ય છે, પણુ તેના પર્યાયમાં ક્ષણે ક્ષ♠ ફેરફાર થયા કરે છે, જૂનાં પર્યાય મૂકે છે,.. અને નવા ગ્રહણ કરે છે, માટે તે અપેક્ષાએ તે અનિત્ય છે, માટે એ અપેક્ષાએ દ્રવ્યાર્થિ ક અને પર્યાયાથિક અપેક્ષાએથી તે એક સાથે નિત્યાનિત્ય કહી શકાય.
तथा भिन्न एवदेहान्न स्पृष्टवेदनमिति || ५७ ॥ અ: દેહથી કેવળ ભિન્ન આત્મા માનીએ તા. સ્પર્શ કરેલા પદાર્થના અનુભવ ન થાય.
ભાવાઃ—આત્મા પેાતાની નૈસગક સ્થિતિમાં દેહથી ભિન્ન છે, અને શરીર તે આ સ્થૂલ ભૂમિકામાં તેને કાર્ય કરવાનુ સાધન છે, પણ જ્યાં સુધી આત્મા કથી બધાયેલા છે ત્યાં સુધી દેહથી ભિન્ન ન માનવા, કારણ કે તેમ માનીએ તા પાંચ ઈન્દ્રિયા દ્વારા આત્માને જે અનુભવ થાય છે, તે ન થવા જોઇએ. દાખલા તરીકે, પુરૂષના શરીરને ફૂલની માળા, શયન, આસન વગેરે પદાર્થાના સ્પર્શ le લાગે છે, અને કાંટા, અગ્નિ, સેાય વગેરેના સ્પર્શ અનિષ્ટ લાગે છે; જો આત્માને દેહથી તદ્દન અલગ માનીએ, તા આવા સ્પર્શેન્દ્રિયના અનુભવ તેને થાય નિહ. તેજ રીતે દુધ વગેરે તેને સ્વાદિષ્ટ લાગે છે, અને કરીયાતુ વગેરે અસ્વાદિષ્ટ લાગે છે, આવે! રસન્દ્રિના અનુભવ પણ થાય નહિ. માટે જ્યાં સુધી સ્થૂળ ઉપાધિના ત્યાગ કરી ઉચ્ચ ભૂમિકામાં રહેતાં યાગમા` દ્વારા આત્મા જાણે નહિ ત્યાં સુધી દેહથી અભિન્ન માનવે ધટે છે.