________________
૧૫૪ ]
ધર્મબિન્દુ કરવા પણાને કાળ કહી શકાય. પણ કરેલાને કરવા માંડયું એમ ન. કહી શકાય.
કેટલાક પદાર્થો તત્કાળ થયાં હોય અને કેટલાંક થતાં હોય, તે વ્યવહારનયની અપેક્ષાએ તે બને થાય છે એમ કહેવાય.. એને નિશ્ચયનયની અપેક્ષાએ તે કરવા માંડેલાને પણ કર્યું એમ કહી શકાય. અહીં પણ નિશ્ચયનયની અપેક્ષાએ કરવા માંડેલા બંધને કર્યા એમ કહ્યું છે. નયને વાદ અતિ દુર્ગમ છે, તે સશુરૂ પાસેથી સારી રીતે સમજ જોઈએ. परिणामिन्यात्मनि हिंसादयो भिन्नाभिन्ने च देहादिति॥५३।।
અર્થ --દેહથી કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન પરિણામી આત્માને વિષે હિંસાદિ બંધની ઘટના થઈ શકે છે.
ભાવાર્થ-- આત્મા પરિણામી છે. આત્મ દ્રવ્ય તે એને એજ રહે છે. પણ ઉપાધિ વશાત્ પરિણામ પામતા જણાય છે; આત્મા એકનો એક હેવા છતાં ઉપાધિ ભેદથી પરિણામી ગણવામાં આવે છે; સોનું એકનું એક હેવા છતાં કુંડલ રૂપે બદલાય, કંઠી રૂપે બદલાય, આ રીતે તેના પર્યાયમાં ફેરફાર થવાથી તે પરિણમી. કહેવાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે :
परिणामो ह्यर्थान्तरगमन न च सर्वथा व्यवस्थानम् ।। न च सर्वथा विनाशः परिणामस्तद्विदामिष्टः ।।
એક સ્વરૂપ મૂકી બીજુ સ્વરૂપ પામવું તેનું નામ પરિણામ કહેવાય; પણ તેમાં સર્વથા એક જ પ્રકારની વ્યવસ્થિતિ રહેતી નથી. તેમ સર્વથા નાશ પામ તેનું નામ પરિણામ ન કહેવાય,