________________
અધ્યાય-૨
[ ૧૫૩ છે તેથી પ્રવાહની અપેક્ષાએ અનાદિ કાળથી જીવ કર્મ સાથે બંધાયેલો છે એમ કહી શકાય.
કઈ ગાડી લીધા પછી એક વખત ભાંગી જવાથી પૈડાં નવાં નખાવીએ, બીજી વખત વેષ્ટન નવું કરાવીએ, ત્રીજી વખત મધ્ય ભાગ ન કરાવીએ, એમ એકંદરે ગાડી બદલાઈ જાય છે, પણ આપણે તો ગાડી લીધી હેય ત્યાંથી જ વર્ષ ગણીએ છીએ, તેમ કર્મની બાબતમાં પણ જૂનાં કર્મ વારંવાર ખરે છે, નવાં કમ ગ્રહણ થાય છે, પણ જીવ અને કમને સંબંધ તો અનાદિકાળથી ચાલે છે. કારણ કે જીવ તે અનાદિ અનન્ત છે; અને કર્મ તેને લાગેલાં હોવાથી પ્રવાહરૂ૫ બંધ પણ અનાદ કહી શકાય. कृतकत्वेऽप्यतीतकालबदुपपत्तिरिति ॥५१॥
અથ–બંધ થયેલ હોવા છતાં પણ અતીતકાલની જેમ તેની ઘટના કરવી.
ભાવાર્થ—અમુક કાર્ય કર્યું તેનું કારણ આપણે જાણીએ છીએ. પણ તે કારણ તે કેવળ નિમિત્ત છે. પણ તેનું ઉત્પાદન કારણ તો હૃદયમાં રહેલે અશુદ્ધ ભાવ. જે અતીતકાલમાં રોપેલા કારણોનું કાર્ય છે. આમ વિચારતાં કાળમાં પાછા જતાં અનાદિ સુધી જવું પડશે તેથી પ્રવાહની અપેક્ષાએ બંધ અનાદિ છે એમ જાણવુ. वर्तमानताकल्पं कृतकत्वमिति ॥५२॥
અર્થ –વર્તમાનકાળ જેવુ કરેલાપણું છે.
ભાવાર્થ –જેવી રીતે અતીત કાળને વર્તમાન કાળ સાથે સંબંધ છે, તેવી રીતે બંધનું કરેલા પણું તે કરવાપણું છે. કારણકે નિશ્ચયનયને અભિપ્રાય પ્રમાણે ક્રિયાકાળ અને નિકા (કાર્ય સમાપ્તિ) કાળમાં ભેદ નથી. જો એમ ન કહેવામાં આવે તો વર્તમાન કાળને