________________
૧૫ર ]
ધમબિન્દુ हिंसादयस्तधोगहेतवस्तदितरे तदितरस्येति ॥४९॥
અર્થ– બંધ થવાનું કારણ હિંસાદિ છે, અને મેક્ષનું કારણ અહિંસાદિ છે.
ભાવાથ:--વસ્તુ સ્થિતિ વિચારતાં એમ જણાય છે કે જીવને સંસારમાં પરિભ્રમણ કરાવનાર પાપ છે, અને તેનું કારણ જીવને અશુભ પરિણામ છે.
હિંસા, ચેરી, જૂઠ, વ્યભિચાર આદિ અનિષ્ટ કામ કરવાને જીવને જ્યારે વિચાર થાય છે ત્યારે પાપ બંધન થાય છે. અને તે પાપ બંધજ જીવને સંસારમાં રઝળાવે છે. કહેવું છે કે--
हिंसानृतादयः पञ्च तत्वाश्रद्धानमेव च ।।
क्रोधादयश्च चत्वार इति पापस्यहेतवः ॥
હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહ, એ પાંચ અવ્રત, તત્ત્વમાં અશ્રદ્ધા, અને ક્રોધ, માન, માયા અને લેભ રૂ૫ ચાર કષાય એ દશ પાપના હેતું છે.
આ હિંસાદિ વગેરેથી વિરૂદ્ધ ભાવ અને કાર્યથી મોક્ષ થાય છે. જેવું કાર્ય તેવું ફળ; જેવું કારણ તેવું કાર્ય. બંધનું કારણ મળવાથી બંધ થાય છે. અને મોક્ષનું કારણ મળવાથી મેક્ષ થાય છે બંધનું સ્વરૂપ બતાવતાં શાસ્ત્રકાર કહે છે –
प्रवाहतोऽनादिमानिति ॥५०॥ અર્થ–બંધ પ્રવાહથી અનાદિ છે.
ભાવાથી --છવ કર્મથી ક્યારે બંધાય, એ કઈ પ્રશ્ન કરે, તે જૈનશાસ્ત્રની અપેક્ષાએ કમને બંધ અનાદિ કાળથી છે; એટલે કેઈ દિવસ આત્મા કર્મથી મુક્ત હો એવી સ્થિતિ ન હતી પણ અમુક કર્મ કયારે બંધાયું તેને કાળ માપી શકાય, જીવ જૂના કર્મ વિખેરે છે, અને નવાં કર્મ બાંધે છે, આમ ચાલ્યા જ કરે