________________
અધ્યાય-૨
[ ૧૫૧
આત્મા તરફ આકર્ષાઇ તેને બાંધે છે. કેટલાક મતવાળા એમ માને છે કે આત્મા બંધાતા નથી, તે મત આ રીતે અંગીકાર કરવા લાયક ઠરી શકતા નથી.
એક મતમા એમ લખેલું છે કેઃ
आत्मा न बध्यते नापि मुच्यते नापि संसरति । कश्चित्संसरति बध्येत मुच्यते नानाश्रया प्रकृतिः ॥
“આત્મા બંધાતા નથી, મુક્ત થતા નથી, અને સંસારમાં રખડતા નથી, પણ વિચિત્ર પ્રકારના આશ્રયવાળી કાઈ પ્રકૃતિ રખડે છે, બંધાય છે.'
જો પ્રકૃતિાજ બુધ અને મેાક્ષ થતા હાય, અને આત્મા કેવળ નિલેશ્પ છે એમ અગીકાર કરીએ તો આત્માની સંસાર અવસ્થા અને મેક્ષ અવસ્થા બન્ને સમાનજ ગણાય, અને તથી યાગ શાસ્ત્રમાં યોગી પુરૂષોને મેક્ષ મેળવવા માટે કહેલા યમ નિયમ વગેરે ક્રિયા અનુષ્ઠાન નિરર્થક થાય.
આપણે ઉપર જણાવી ગયા કે કર્મ સત્ય છે. આ ઉપરથી જે લેકા એમ માનતા હાય, કે કમ જેવી વસ્તુ નથી, અને આત્માના રાગ દ્વેષ રૂપ ભાવજ આત્માને બાંધનારા છે એમ કહેનારની વાત સત્ય ડરતી નથી; જો આમ માનીએ તા સપ` પેાતાની મેળે આંટી નાંખીને બધાય છે, એમ આ મંધન માનવું પડે. પણ વસ્તુસ્થિતિ તેમ નથી. પુરૂષ અને ખેડી ભિન્ન છે, પણ જેમ ખેડી પુરૂષને બાંધે છે તેમ ક્રમ આત્માને બાંધે છે.
ખરી વાત એ છે કે જ્યારે આત્મામાં રાગ, દ્વેષ, ક્રોધ વગેરે લુષિત ભાવ ઉત્પન્ન થાય છે, ત્યારે કર્માંના પરમાણુએ ખેંચાઈ આત્મા તરફ આવી આત્માને બાંધે છે.
ત્યારે બુધ અને મેાક્ષના હેતુ કાણુ ? તે હવે વિચારીએ–