________________
૧૫૦ ]
ઘામબિન્દુ આગમ કલ્પના માત્ર છે, એટલે નિરર્થક છે; માટે વ્યવહાર નથી જીવ બંધાય છે, અને જીવ મુક્ત પણ થાય છે એમ માનવું જોઈએ. बध्यमान आत्मा बन्धन वस्तु सत्कर्मेति ॥४८॥
અર્થ–બંધાનાર આત્મા, અને બન્ધન, કર્મ રૂપ સાચી વસ્તુ છે.
ભાવાર્થ-પિતાનું સામર્થ્ય–આત્મ શક્તિ હંકાઈ જવાથી પરવશતાને પામેલે આત્મા, તે કર્મથી બંધાનાર જાણ અને મિથ્યાત્વ અવિરતિ આદિ કારણે પામીને જે કર્મથી બધાય છે. તે
બંધન,
આ જીવન એક, બે ત્રણ, ચાર એમ જીતી જુદી અપેક્ષાએ જુદા જુદા ભેદ પાડવામાં આવે છે; અને ટીકાકાર તેના ચૌદ ભેદ પાડે છે.
(૧) સૂક્ષ્મ એકેન્દ્રિય, (૨) બાદર એકેન્દ્રિય, (૩) બેઈન્દ્રિય (૪) તેઈન્દ્રિય, (૫) ચરિન્દ્રિય, (૬) સંમૂચ્છિમ પંચેન્દ્રિય, (૭) ગર્ભજ પંચેન્દ્રિય. એ રીતે સાત ભેદ થયા. એ સાત પર્યાપ્તા અને સાત અપર્યાપ્ત મળી ચૌદ ભેદવાળે જીવ વ્યવહાર નથી કર્મ બાંધે છે; અને આ જગતમાં રહેલા અનેક પ્રકારના પરમાણુઓમાંથી જેવાં કામ કરે તેને યોગ્ય પરમાણુઓ તેના તરફ આકર્ષાઈ તેનું બંધન કરે છે.
કર્મ સત્ય છે, પણ કલ્પના નથી એમ સમજવું. જેવી રીતે સફેદ અને કેરા વસ્ત્રને બહારના પરમાણુઓ ચેટતા નથી, અને ચેટે છે તે ખંખેરતાં ઝટ ખરી પડે છે, તેમ આત્મા જ્યારે પિતાના સ્વભાવમાં વિચરે છે. ત્યારે કર્મના પરમાણુઓ તેને ચોંટી શક્તા નથી, પણ જ્યારે વસ્ત્રને ચીકાશ લાગેલી હોય છે, ત્યારે પરમાણુઓ તેને ચૂંટી જાય છે. તેમ જ્યારે આત્માને રાગ દ્વેષ વગેરે અશુદ્ધ ભાવની ચીકાશ લાગે છે, ત્યારે કર્મના પરમાણુઓ