________________
અધ્યાય-૨
[ ૧૪૯
મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ વગેરે કારણથી જીવને કર્મ બંધાય છે, અને સમ્યગૂ જ્ઞાન, દર્શન અને ચારિત્રથી, જીવ કર્મથી મુક્ત થાય છે. એટલે સકળ કમ નાશ થઈ આમા પિતાની સ્થિતિ પ્રાપ્ત કરે છે; આ પ્રમાણે આત્માને બંધ અને મોક્ષ છે એમ જે ધર્મમાં કહેલું હોય, તેને પ્રણેતા સર્વજ્ઞ માન; અને જે શાસ્ત્રો બંધ મોક્ષને કલ્પના માને છે, તે શાસ્ત્રને પ્રણેતા યથાર્થવાદી ગણી શકાય નહિ. જે આત્માને કેવળ મુક્તજ માનીએ, તો પછી તેને મુક્ત કરવા શાસ્ત્રમાં બતાવેલી ક્રિયા વગેરે નિરર્થક ગણવામાં આવે. નિશ્ચયનયથી તે આત્મા મુક્ત છે, પણ જ્યાં સુધી તે સ્થિતિ આપણે યથાર્થ અનુભવી નથી, ત્યાં સુધી તે સ્થિતિ પ્રાપ્ત કરવા ધર્મ માર્ગમાં કહેલા ક્રિયા અનુષ્ઠાનનું સેવન કરવું એ વ્યવહાર માર્ગ પણ ઉચિત છે.
इयं बध्यमानबन्धनभाव इति ॥ ४६॥ વળી–આ (બંધ મોક્ષની યુક્તિ)ને આધાર બંધાતા જીવ અને બન્ધન ઉપર છે.
ભાવાર્થ-જીવ બંધાય છે, અને કર્મ તેને બાંધે છે, એમ માનીએ તે જ મિથ્યાત્વ, કષાય વગેરેથી કર્મ બંધાય છે એ બાબત સત્ય ઠરે, અને તેવા કર્મથી મુક્ત થવા માટે આપેલે ઉપદેશ પ્રમાણભૂત ગણાય; જે આત્મા બંધાતેજ નહેાય તે પછી તેને મુક્ત થવાનું શું ?
कल्पनामात्रमन्यथेति ॥४७॥
અર્થ– જે આત્માને બંધાતે ન માનીએ તે) ઉપરની યુક્તિ કલ્પના માત્ર છે.
ભાવાર્થ-જીવ કર્મથી બંધાય છે એમ જે ન માનીએ, અને તેને સ્વતઃ સિદ્ધિસમાન મુક્ત ગણુએ તે બધી યુક્તિ અને